ગુજરાતમાં કોરોના ના કેસોની સંખ્યા સતત વધી રહી છે. કોરોના ની ખરાબ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના અનેક નેતાઓ કોરોના સકંજામાં આવી રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના સંક્રમિત થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આ અંગે કેશુભાઈના પુત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
રાજ્યની કોરોના ની સ્થિતિ ની વાત કરવામાં આવે તો અમદાવાદ,સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગરમાં કોરોના નો સંક્રમણ સતત ને સતત વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આજના કોરોના ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
જે અનુસાર છેલ્લા 24 કલાકમાં 1379 નવા કેસ સાથે કુલ આંકડો 1,19,088 પર પહોંચ્યો છે. તો આજે 1652 દર્દીઓ સાજા થયા અને 14 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી માં 3273 દર્દીઓના મોત થયા છે. જ્યારે 16007 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment