ભારતમાં કોરોનાવાયરસ નો નવા સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં બુધવારના રોજ એટલે કે આજરોજ કોરોનાવાયરસ ના નવા સ્ટ્રેન ના કેસની સંખ્યા 73 થઈ ગઈ છે. મંગળવારના રોજ આ કેસની સંખ્યા 58 હતી. એક જ દિવસમાં 15 કેસ આવતા કેન્દ્ર સરકારની ચિંતામાં મોટો વધારો થયો છે.
મંગળવારના રોજ કોરોના ના નવા સ્ટ્રેન ના 20 કેસ જોવા મળ્યા હતા. આ તમામ કેસો પુણા ની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયારોલોજી માં મળ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા તે પ્રમાણે વર્તમાન સમયમાં ભારત માં બ્રિટનથી આવેલા કોરોના સ્ટ્રેન કેસ 73 નોંધાયા છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર કોરોનાવાયરસ ના નવા સ્ટ્રેન 70 ટકા વધારે ચેપી છે અને રાજ્યવાર આંકડાની વાત કરવામાં આવે તો દિલ્હીમાં 20, કોલકાતામાં 1, પુણેમાં 30, હૈદરાબાદમાં 3, બેંગ્લોરમાં 11, ગુજરાતમાં 1 કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે બ્રિટનથી ભારત આવેલા લોકોના જીનોમના સ્કેનિંગ નું કામ ચાલી રહ્યું છે ત્યારે એવી પણ શક્યતા છે કે આગામી સમયમાં કોરોના ના નવાસ્ટ્રેન કેસો માં વધારો થઈ શકે છે જેના કારણે કેન્દ્રની મોદી સરકાર ની ચિંતામાં મોટો વધારો થઇ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment