EVM મશીનને બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરવાની અરજદારની અરજી પર સુપ્રીમ કોર્ટે લીધો આ નિર્ણય.

Published on: 9:18 am, Thu, 7 January 21

ગઈકાલે એટલે કે બુધવારના રોજ દેશની ચૂંટણીપંચ પાસે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન નો ઉપયોગ બંધ કરીને આગામી ચૂંટણીઓમાં બેલેટપેપર નો ઉપયોગ કરવામાં આવે એવી અરજી પર સુનાવણી કરવાનો દેશની સર્વોચ્ચ અદાલતે ઇનકાર કરી દીધો હતો.

મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે એ અરજીને નકારતા અરજદાર ને પૂછ્યું કે આમાં તેમનો કયો મૌલિક અધિકાર પ્રભાવિત થાય છે? જોકે સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે અરજદાર આ બાબતે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.

સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે EVM માં ખામી હોવાના કારણે જોખમ વધારે છે. અન્ય કેટલાક દેશોમાં EVM ના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે કારણકે EVM ની પારદર્શિતા અને ચોકસાઈ પર શંકા ઊભી થઈ છે.

વકીલ સી.આર. જયા સકીનની તરફથી કરવામાં આવેલ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન નો પારંપારિક રીતે બેલેટ પેપરથી પૂરા ભારતમાં બદલાવ લાવવો જોઈએ. અરજદારે કહ્યું કે કોઈ પણ દેશની ચૂંટણી પ્રક્રિયા માટે મત પત્રોના માધ્યમથી મતદાન કરવું.

વધારે વિશ્વસનીય અને પારદર્શી છે.અરજીમાં એવું કહેવામાં આવ્યું હતું કે જો પ્રધાનમંત્રી કાર્યાલયમાં કોમ્પ્યુટર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કે.એમ. નારાયણના પર્સનલ કમ્પ્યૂટરને હેક કરવામાં આવ્યું હતું.

તો શું દૂર દૂરના ગામડાંઓમાં શોરૂમમાં બંધ EVM મશીન સુરક્ષિત રહેતા હશે?આ સુપ્રીમ કોર્ટે આ અરજીને નકારી કાઢી હતી અને અરજદારને કહ્યું હતું કે આમાં તમારો મૌલિક અધિકાર પ્રભાવિત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "EVM મશીનને બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરવાની અરજદારની અરજી પર સુપ્રીમ કોર્ટે લીધો આ નિર્ણય."

Leave a comment

Your email address will not be published.


*