ભારતમાં કોરોના તે સૌથી વધુ ખરાબ સ્થિતિ ગુજરાતની નજીક આવેલા મહારાષ્ટ્રમાં છે. કોરોના ના વધતા સંક્રમણને પગલે મહારાષ્ટ્રના 9 શહેરોમાં નાઈટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે જ્યારે આઠ જિલ્લાઓમાં કરફયૂ, લોકડાઉન અને કડક નિયમોના પ્રતિબંધનો આદેશ કરાયા છે.
મહારાષ્ટ્રના 36 જિલ્લાઓમાંથી 10 જિલ્લા ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોના સંક્રમણના કારણે પુણે મ આંશિક લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે.
પુણેમાં મોલ,હોટલ, સિનેમાહોલ ને સવારે 10 વાગ્યા સુધી જ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે તો સાથે જ લગ્ન અને અંતિમ સંસ્કારમાં પણ 50 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. તમામ શાળાઓને 21 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
અમરાવતી શહેરમાં સવારના 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાના આદેશ કરવામાં આવ્યા છે. અહમદનગર જિલ્લામાં રાત્રીના 10 વાગ્યા થી સવાર ના 5 વાગ્યા સુધી નાઈટ કર્યું અને.
સવારે 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની સુચના આપવામાં આવી છે.જલગાવ માં ત્રણ દિવસના સંપૂર્ણ લોકડાઉન નું એલાન કરવામાં આવ્યું છે. પરભણી જિલ્લામાં 15 માર્ચ સવારે છ વાગ્યા સુધી.
સંપૂર્ણ લોકડાઉન નું એલાન કરવામાં આવ્યું છે. નારેન્દ જિલ્લામાં 15 માર્ચ સુધી શાળા-કોલેજો બંધ રહેશે અને સવારે 7 વાગ્યાથી રાત ના 9 વાગ્યા સુધી તમામ બજાર અને દુકાનો ખુલ્લી રહેશે.
ઔરંગાબાદ જિલ્લામાં 17 માર્ચ સુધી તમામ શાકમાર્કેટ, બજાર, હોટલ, શાળા અને કોલેજ બંધ રાખવાની સુચના આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment