કોરોના ના કેસો વધતા રાજ્યના આ ચાર જિલ્લા માં તાબડતોડ નાઇટ કરફ્યુ ના આદેશ.

Published on: 10:04 am, Sun, 7 March 21

ભારતમાં કોરોનાવાયરસ ના કેસો ફરીથી વધવા લાગ્યા છે ત્યારે પંજાબના ચાર જિલ્લામાં નાઈટ કરફ્યુ લગાવી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.પંજાબમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થતો હોવાથી શનિવારના રોજ ચાર જિલ્લામાં નાઈટ કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. પંજાબ ના મુખ્ય સચિવ વિની મહાજન અને.

પોલીસ તંત્રે કોરોનાવાયરસ ની પરિસ્થિતિ પર બેઠક કરી હતી જે બાદ આ આદેશ આપવામાં આવ્યો છે.જે જિલ્લાઓમાં નાઈટ કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે તે જાલંધર, એસબીએસ નગર, હોશિયાર પુરા અને કપૂરથલા સામેલ છે. આ જિલ્લાઓમાં રાત્રે 11:00 વાગ્યા થી 5:00 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ લાગુ રહેશે. નોંધનીય છે કે.

24 કલાક ચાલતા કારખાનાઓમાં નાઈટ કરફ્યુ ને લઈને છૂટ આપવામાં આવી છે.નોંધનીય છે કે છેલ્લા ચાર અઠવાડિયાથી કોરોનાવાયરસ ના કેસ માં ફરીથી વૃદ્ધિ જોવા મળી રહી છે અને સૌથી વધારે ટેન્શન મહારાષ્ટ્રમાં વધ્યો છે.પંજાબ અને મહારાષ્ટ્રમાં વધતા કેસને જોતા કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઇ ગઇ છે.

અને આ બંને રાજયોમાં કેન્દ્ર સરકારે ખાસ ટીમ પણ મોકલી છે.સ્વાસ્થ્ય મંત્રાલય જણાવ્યું કે આ ટીમ એવા વિસ્તારોમાં જશે જ્યાં કોરોનાવાયરસ ના કેસ ખૂબ જ વધારે છે અને તેથી કોરોના સંક્રમણ ના કારણો જાણવા માટે ટીમ કામ કરશે. નોંધનીય છે કે પંજાબમાં 6661 એક્ટિવ કેસ છે જયારે મહારાષ્ટ્રમાં 90,055 થી વધુ એક્ટિવ કેસ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ના કેસો વધતા રાજ્યના આ ચાર જિલ્લા માં તાબડતોડ નાઇટ કરફ્યુ ના આદેશ."

Leave a comment

Your email address will not be published.


*