સુરતથી અમદાવાદ જતા કન્ટેનરે છકડાને લગાવી જોરદાર ટક્કર, 6 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ, 4 લોકો ઈજાગ્રસ્ત, કારચાલકને બચાવવામાં કન્ટેનર ચાલકે…

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણી વખત અકસ્માતની ઘટનાઓમાં એક ઘણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે.

આ અકસ્માતની ઘટનામાં છકડા અને કન્ટેનર વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં છકડામાં દબાઈ જવાના કારણે 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ ફાયર વિભાગની ટીમ અને એરફોર્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત ઘટનાસ્થળે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમ અને એરફોર્સ ટીમે છકડાના પતરાને તોડીને નીચે ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી અનુસાર, કન્ટેનર સુરત થી અમદાવાદ જઈ રહ્યું હતું. રસ્તામાં કન્ટેનર ચાલકે કારચાલકને બચાવવા છતાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કન્ટેનર રોંગ સાઈડમાં ચાલ્યું ગયું હતું. ત્યાં કન્ટેનરે એક છકડાને અડફેટેમાં લીધો હતો.

અકસ્માતની ઘટના બની ત્યારે છકડાની અંદર 14 જેટલા મુસાફરો સવાર હતા. જેમાં 6 લોકોના મૃત્યુ નીપજ્યા છે. અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. અકસ્માતની ઘટના જોનાર લોકોની ચીસો નીકળી ગઈ હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ સહિત એરફોર્સ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. કન્ટેનર એરફોર્સની દિવાલ તોડીને અંદર ઘૂસી ગયું હતું.

ગંભીર અકસ્માતની ઘટનાના કારણે નેશનલ હાઇવે 48 પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે વાહન ચાલકોને વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*