આ વ્યક્તિને ખતરનાક કિંગ કોબ્રા સાપની પાસે મોઢું લઈ જઈને સ્ટંટ કરવો ભારે પડી ગયો, કિંગ કોબ્રા સાપે કર્યું એવું કે – જુઓ વિડિયો

Published on: 3:08 pm, Tue, 4 October 22

આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર સ્ટંટના વિડીયો જોતા હશો. ઘણા લોકો ખતરનાક સ્ટંટ કરીને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માંગતા હોય છે. પરંતુ અમુક વખત તેમનો સ્ટંટ તેમના પર જ ભારે પડી જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી કેવી છે ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે.

જેમાં એક વ્યક્તિને ખતરનાક કિંગ કોબ્રા સાપ સાથે સ્ટંટ કરવો ખૂબ જ ભારે પડી જાય છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિના હાથમાં ખતરનાક કિંગ કોબ્રા સાપ દેખાઈ રહ્યો છે. આ વ્યક્તિ સાપ સાથે સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ થોડીક વાર બાદ તેની સાથે કંઈક એવું થાય છે કે તેને વિચાર્યું પણ નહીં હોય.

વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ ઘડીક અધ્ધર થઈ ગયું હતું. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, હાથમાં ખતરનાક કિંગ કોબ્રા સાપ પકડીને બેઠેલો વ્યક્તિ પાછળથી સાપના મોઢા ઉપર ચુંબન કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગુસ્સામાં ભરાયેલા કિંગ કોબ્રા સાપે તે વ્યક્તિના મોઢા ઉપર જોરદાર ડંખ લગાવ્યો હતો.

જેના કારણે તે વ્યક્તિ સાપને ત્યાં જ મૂકીને દૂર ભાગી જાય છે. આ ઘટના બનતા જ આજુબાજુના લોકો પણ ડરી ગયા હતા. મળતી માહિતી અનુસાર સાપ સાથે સ્ટંટ કરી રહેલો વ્યક્તિ સાપ પકડવાનું કામ કરે છે એવું જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ તે વ્યક્તિ સાથે શું થયું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

ઉપરાંત આ વિડીયો ક્યાંનો અને કયા સમયનો છે તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટનાનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર zeenews નામની ન્યુઝ ચેનલના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Zee News (@zeenews)

આ વિડીયો અત્યાર સુધીમાં ત્રણ લાખથી પણ વધારે લોકોએ જોયો છે ઉપરાંત વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો સાપ કે અન્ય કોઈ જીવ સાથે આ રીતના ખતરનાક સ્ટંટ ન કરવાની સલાહ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ વ્યક્તિને ખતરનાક કિંગ કોબ્રા સાપની પાસે મોઢું લઈ જઈને સ્ટંટ કરવો ભારે પડી ગયો, કિંગ કોબ્રા સાપે કર્યું એવું કે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*