પ્રધાનમંત્રી મોદીની હત્યાની કાવતરું, જાણો કોને આપી આ જાણકારી

Published on: 4:34 pm, Fri, 4 September 20

8 ઓગસ્ટના રોજ કેન્દ્ર તપાસ એજન્સીએ ગૃહ મંત્રાલયને ઇમેલ કર્યો હતો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું રચાઈ રહ્યું છે, તેથી આ કેસની માહિતી મળ્યા પછી તે મેલ ગૃહ મંત્રાલય ગુપ્તચર એજન્સી સહિત અનેક તપાસ એજન્સીને આ વિશેષ માહિતી આપી હતી અને આ ઘટના નું વિશેષ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું હતું.

આ ઇમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તે આપણા વડાપ્રધાન ને કેમ નિશાને કેમ બનાવવા માગે છે તે અંગે ની આ ઈમેલ માં માહિતી આપવામાં આવી ન હતી. માનવામાં આવે છે કે, આ કૃત્ય કટ્ટરવાદી સંગઠન અથવા જેહાદી સંગઠનનું છે. તપાસ એજન્સીએ આ કેસની તપાસ ચાલુ કરી દીધી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય ANI ના તકેદારી મેલ દ્વારા વડાપ્રધાનની સુરક્ષા હેઠળ તેના એસપીજીને પણ તકેદારી રાખવા કહી દેવામાં આવ્યું છે. અનેક તપાસ એજન્સીઓ કેસની તપાસ કરી રહી છે.જોકે, તપાસના પ્રારંભિક સમયમાં તકેદારી અંગે નો મેલ મળતા અસામાજિક તત્વો ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ ઘટનાની ગંભીરતા અને નક્કર માહિતી મળ્યા બાદ તેની સામે મોટી કાર્યવાહી હાથ માં ધરીને ધરપકડ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રધાનમંત્રી મોદીની હત્યાની કાવતરું, જાણો કોને આપી આ જાણકારી"

Leave a comment

Your email address will not be published.


*