દેશમાં કોરોનાની મહામારી સાથે દેશની જનતાને મોંઘવારીની મહામારી ભોગવવી પડે છે. ઉપરાંત દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ ભાવ વધારો થઈ રહ્યો છે પેટ્રોલ-ડિઝલના ભાવમાં આસમાની સપાટીએ પહોંચ્યા છે દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.
વડોદરામાં મોંઘવારીનો વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત બરોડા ડેરી દ્વારા હાલમાં દૂધના ભાવમાં વધારો કરાયો હતો તેનો વિરોધ પણ કોંગ્રેસના કાર્યકરોએ કર્યો છે.
આ ઉપરાંત કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાવ વધારો પાછો ખેંચવા પણ નારાઓ લગાડવામાં આવ્યા હતા. કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ ગીત ગાઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા હતા.
આ ગીતમાં તેઓ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું નામ લઇ રહ્યા હતા.
તેઓ ગીત ગાઈ રહ્યા હતા કે, ‘ઉપર મોદી નીચે રૂપાણી, જિંદગી કરી નાખી ધૂળધાણી…. આ રીતે ગીત ગાઈને અનોખા અંદાજમાં વિરોધ નોંધાવ્યો હતો. આ આંદોલન લાંબુ ન ચાલે તે માટે પોલીસ દ્વારા તમામ કાર્ય કરોઓ ની અટકાયત કરવામાં આવી હતી.
હાલમાં દેશમાં સતત વધતી મોંઘવારીના કારણે સામાન્ય જનતા ખૂબ જ પરેશાન છે. તેના કારણે કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment