કોંગ્રેસના દિગ્ગજ નેતા AAPમાં જોડાઈ શકે છે, અરવિંદ કેજરીવાલે આપ્યું મહત્વનું નિવેદન…

Published on: 3:22 pm, Wed, 14 July 21

આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજ્યમાં પોતાનું ગઢ જમવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે પંજાબમાં કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદોને લઈને નવજોતસિંહ સિદ્ધુએ ચોંકાવનારો ખુલાસો કર્યો. તેઓ એવા સંકેત આપ્યા કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.

ઉપરાંત અરવિંદ કેજરીવાલના એક નિવેદનથી કોંગ્રેસ પાર્ટી નું રાજકારણ ગરમાયું હતું. નવજોતસિંહ સિદ્ધુએ આમ આદમી પાર્ટીના કામના વખાણ કર્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે વિરોધીઓ પણ અમારા વખાણ કરી રહ્યા છે.

તો તે વાત સાબિત થાય છે કે અમે સારું કામ કરી રહ્યા છીએ. ઉપરાંત નવજોત સિદ્ધુના આ નિવેદનના કારણે પંજાબ નું રાજકારણ ગરમાયું છે.

આ ઉપરાંત નવજોતસિંહ સિદ્ધુએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ મારા વીઝન અને કામને ઓળખ્યું છે. આજે મે જે પંજાબ મોડલ રજૂ કર્યું છે, લોકો તેને ઓળખે છે અને વાસ્તવમાં પંજાબ માટે કોણ લડી રહ્યું છે.

ઉપરાંત પંજાબમાં છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિધ્ધુ વચ્ચે ઘણા વિવાદ ચાલી રહ્યા છે. એવામાં નવજોત સિદ્ધુના આ નિવેદનથી પંજાબ માં રાજકીય ગરમાવો આવ્યું છે.

ઉપરાંત નવજોત સિંહ સિદ્ધુ કોંગ્રેસ પાર્ટી અને પંજાબ સરકારમાં મહત્વનો હોદ્દો માંગે છે. ત્યારે પંજાબના મુખ્યમંત્રી અમૃત સર સિંહ નવજોત સિંહ સિદ્ધુ ને પંજાબ કેબિનેટમાં સામેલ કરવા માંગતા નથી.

કે કોંગ્રેસ પાર્ટીના પંજાબના પ્રમુખ પણ બનાવવા માંગતા નથી. ઉપરાંત નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચેની લડાઈ દિલ્હી સુધી પણ પહોંચી ચૂકી છે.

ઉપરાંત કોંગ્રેસ હાઈ કમાન્ડ પણ ત્રણ સભ્યોની સમિતિની રચના કરીને વિવાદોને ઉકેલ લાવવાની કોશિશ તો કરી છે. પરંતુ નવજોત સિધ્ધુ પોતાની વાતે અડગ હોવાની વાત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.