કોંગ્રેસ વાળા અત્યારે ખેડૂતો પાસે મત માંગવા આવશે અને પછી ભાજપ માં જતા રહેશે : ઈસુદાન ગઢવી

કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ગુજરાતના ખેડૂતો માટે મોટી મોટી જાહેરાતો કરી તે મુદ્દે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી એ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ એવી જાહેરાત કરી રહ્યા છે જો અમારી સરકાર બનશે તો ગુજરાતના ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવશે તથા ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે.

પરંતુ કોંગ્રેસ પર વિશ્વાસ કોણ કરશે કારણ કે 27 વર્ષ સુધી કોંગ્રેસને એક તક આપી અને ખેડૂતોએ છતાં કોંગ્રેસે ખેડૂતો માટે કશું કર્યું નથી. ખેડૂતોની પાક વીમા કંપનીમાં કરોડો રૂપિયા ઉલેચીને ભાજપના લોકો લઈ ગયા ત્યારે કોંગ્રેસ શું કરતી હતી અને જ્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ આવા વચન આપે છે તે જ સમયે તે લોકો ભાજપમાં નહીં હોય તેની શું ગેરંટી અને ઈશુદાન ગઢવીએ આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસના લોકો જનતાને ભર્મિત કરવાનું કામ છોડી દે.

કોંગ્રેસની બે રાજ્યોમાં સરકાર છે. એક તો છત્તીસગઢ અને એક રાજસ્થાન જ્યારે એ કોઈ વાયદો કરતા હોય કે વચન આપતા હોય ત્યારે જોવું પડે કે તે વચન ત્યાં પૂરું થયું છે કે નહીં. ઈશુદાન ગઢવી એ કહ્યું કે મારો સવાલ એ છે કે કોંગ્રેસે આ બધા કામે રાજ્યોમાં કેમ નથી કરતી જ્યાં તેમની સરકાર છે અને એ તો પહેલા રાજસ્થાનમાં 10 કલાક ખેડૂતોને વીજળી આપે અને ત્યાં ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ.

2017 ની ચૂંટણીમાં કોંગ્રેસની 78 સીટ હતી અને 2022 આવતા હવે ફક્ત 64 સીટ બચી છે.મોટાભાગના નેતાઓ આજે ભાજપમાં જતા રહ્યા છે. કોંગ્રેસના વચનો પર ખેડૂતો ક્યારેય પણ ભર્મીત ન થાય.ખેડૂતો માટે, મહિલાઓ માટે અને બેરોજગાર લોકો માટે અને વેપારીઓ માટે અને સામાન્ય જનતા માટે મધ્યમ વર્ગ માટે ગરીબો માટે વંચિતો માટે શોષિત માટે આમ આદમી પાર્ટી ગેરંટી આપી રહી છે અને કોઈ વચનો નહીં અને જો એટલું જ હોય કોંગ્રેસે ખેડૂતો માટે તો પહેલા જેટલા પણ વચન અહીં આપ્યા છે તે છત્તીસગઢ અને રાજસ્થાનમાં પુરા કરીને બતાવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*