રાજકોટમાં રક્ષાબંધનના દિવસે જ ત્રણ બહેનોના એકના એક ભાઈનો જીવ લઈ લેવામાં આવ્યો – જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 4:43 pm, Fri, 12 August 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. જેવું લેવાની ઘટનામાં સતત વધારો થતા હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં જીવ લેવાની ઘટનાઓ સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે રાજકોટમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. અહીં રક્ષાબંધનના દિવસે ત્રણ બહેનોના એકના એક ભાઈનો જીવ લઈ લેવામાં આવ્યો છે. ‘

આ ઘટના બનતા જ ચારેબાજુ માતમ છવાઈ ગયો હતો. કોટડાસાંગાણી તાલુકાના પડવલા ગામે ચારણ કન્યા સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકનો રક્ષાબંધનના દિવસે જીવ લઈ લેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર યુવતીના પરિવારજનોએ ધારદાર વસ્તુ વડે યુવક ઉપર પ્રહાર કર્યા હતા. જેના કારણે યુવકનું કારણ મૃત્યુ નીપજો છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાણવા મળ્યું કે ફરિયાદી મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. તેઓ રાજકોટ નજીક ત્રણ વર્ષ પહેલા શાપર વેરાવળ શાંતિધામ માં રહેતા અને મજૂરી કામ કરતા હતા. મળતી માહિતી અનુસાર ફરિયાદીનો દીકરો પિયુષ શાંતિ ધામમાં રહેતી નાથીબેન રાણાભાઇ મલાણીની દીકરી અલય સાથે વેરાવળથી રાજસ્થાન અને ત્યાંથી ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો.

ત્યારબાદ પોલીસમાં ફરિયાદ થતા શાપર વેરાવળ પોલીસે પિયુષની ધરપકડ કરી લીધી હતી. નવ મહિના જેલમાં રહ્યા બાદ પિયુષ જામીન ઉપર છૂટીને બહાર આવ્યો હતો. યુવતીના પરિવારજનોને પ્રેમ લગ્ન મંજૂર ન હતા. તેથી પિયુષ પોતાની પત્ની સાથે ઉત્તર પ્રદેશ રહેવા માટે જતો રહ્યો હતો. ત્રણ દિવસ પહેલા પિયુષ પોતાની પત્ની અને એક દિકરા સાથે માતા પિતા અને બહેન પાસે રાખડી બંધાવવા માટે ઉત્તર પ્રદેશથી આવ્યો હતો.

આ વાતની જાણ યુવતીના પરિવારજનોને થઈ હતી. જેથી યુવતી ની માતા અને તેનો ભાઈ નવ તારીખે મળવા માટે તેના ઘરે ગયા હતા. માતા અને દીકરાએ પ્રેમ લગ્ન કરનાર દિકરી અલયને મોબાઈલ ગિફ્ટ માં આપ્યો હતો. 10 તારીખે ફરી એક વખત અલયનો ભાઈ કરણ, કાનો સહિત ત્રણ વ્યક્તિઓ એકટીવા લઈને અલયના ઘરે આવ્યા હતા. એક કલાક સુધી બહેન સાથે વાતચીત કર્યા બાદ બંને ભાઈઓ જતા રહ્યા હતા.

ગઈકાલે સવારે એટલે કે રક્ષાબંધનના દિવસે ફરિયાદી નો દીકરો પિયુષ, પિયુષની પત્ની અલય ઓફિસમાં બેઠા હતા. ત્યારે સવારના સમયે અલ્ટો કારમાં અલયના મામા, માસીનો દીકરો સહિતના લોકો ઘરમાં ઘૂસી આવ્યા હતા. ત્યારબાદ ધારદાર વસ્તુ વડે પિયુષ ઉપર પ્રહાર કર્યા હતા. ત્યારબાદ અલયને ઉપાડીને પોતાની સાથે લઈ ગયા હતા. આ ઘટનામાં પિયુષ ગંભીર રીતે હિજાગ્રસ્ત થયો હતો.

તેથી તેને 108 ના મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું કારણ મૃત્યુ નીપજ્યું હતું. પિયુષનું મૃત્યુ થયા બાદ તેના પિતાએ સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધણી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં રક્ષાબંધનના દિવસે જ ત્રણ બહેનોના એકના એક ભાઈનો જીવ લઈ લેવામાં આવ્યો – જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*