ગુજરાત વિધાનસભામાં મજૂરો ના કાયદા સંદર્ભ ના બિલ ઉપર ગઇરાત્રે વિધાનસભામાં જબરો હોબાળો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય નોશાદ સોલંકી પ્રેશક ગેલેરીમાંથી બોલી રહ્યા હતા ત્યારે મુર્દા ની બહાર બોલવા મુદ્દે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. આજ સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નોશાદ સોલંકીને કોન્ટ્રાક્ટર કહેતા આ ધારાસભ્યએ ગૃહમાં માઇકનો છુટો ઘા કર્યો હતો.
આપરિસ્થિતિ બાદ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સામસામે આવી ગયા હતા.નોશાદ સોલંકી ગેલેરી ના પગથીયા ધરણા પર બેસી ગયા અને કહ્યું કે નીતિન પટેલ મને કોન્ટ્રાક્ટર સાબિત કરે નહીંતર માફી માગે. બીજી બાજુ વિપક્ષ સહિત કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભાના અધ્યક્ષ ને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
સમજાવટ બાદ નોશાદ સોલંકી એ ધરણા પુરા કર્યા હતા. કોંગ્રેસ આજે પણ આ મુદ્દાને ગૃહમાં ઉઠાવશે અને નીતિન પટેલ માફી માંગે તેવી માંગણી કરશે.
અગાઉ ચર્ચા દરમિયાન ભાજપના દંડક પંકજ દેસાઈ નો વિધાનસભા અધ્યક્ષે ઉઘાડો લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment