પાટીદારોને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે સાંજે મળનાર બેઠકમાં પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા અંગે મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. આ બેઠક પહેલા ખોડલધામના નરેશ પટેલે રાજનીતિમાં આવવાના એંધાણ આપી દીધા છે.
ત્યાર બાદ અનેક નેતાઓ તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપી ચૂક્યા છે જેમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ની પ્રતિક્રિયા સામે આવી છે.તેમને જણાવ્યું કે નરેશ પટેલ રાજકારણમાં આવતા હોય તો સારી વાત છે. તેઓ રાજકારણમાં આવી વધુમાં વધુ લોકોની સેવા ઈચ્છા રાખતા હોય તો કોંગ્રેસમાં તેમના માટે દરવાજા ખુલ્લા છે.
સારા વ્યક્તિઓ રાજકારણમાં હંમેશા થી સ્વાગત છે અને હાર્દિક પટેલે ગુજરાતને બચાવવા માટે રાજ્યના નવયુવાન લોકોને રાજનીતિમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે. નરેશ પટેલના રાજનીતિ સંકેત અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે, રાજકારણ માં જોડાવા માટે કોઈ પણ સ્વતંત્ર હોય છે.
નરેશભાઈ છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રના સમાજના વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે. એ માત્ર સમાજ સેવા કરતાં પણ લોકોનું ભલું ઈચ્છનારા માણસ છે.હું માનું છું કે એ વ્યક્તિ રાજકારણમાં આવી ને વધુમાં વધુ લોકોની સેવા કરવાની ઇચ્છા રાખતા હોય તો સ્વાભાવિક રીતે દરવાજા ખુલ્લા છે.
વાત રહી કોંગ્રેસની તો પાર્ટી બે દિવસ પહેલા અને ગઈકાલે પહેલા પણ નર મંદિર જગદીશભાઈ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નરેશભાઈ કોંગ્રેસ પાર્ટી માં આવીને લોકોની સેવા માટે નું બીડું ઉપાડવું હોય તો કોંગ્રેસ પાર્ટીમાં લાલ જાજમ સાથે તેમનું સ્વાગત છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment