ખેડૂતો માટે ખુશી ના સમાચાર : કપાસના ભાવ માં થયો મોટો વધારો,જાણો જાન્યુઆરીમાં કેવા રહેશે ભાવ

Published on: 11:17 am, Tue, 7 December 21

આપને જણાવી દઇએ કે કપાસમા મણ દીઠ 10 થી 15 રૂપિયાની તેજી જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં જીન પહોંચ સારી ક્વોલિટીના કપાસ ના 1700 થી 1750, મીડીયમ ક્વોલિટી ના 1600 થી 1680 અને એવરેજ કપાસના ભાવ 1400 થી 1450 નો ભાવ રહો છે.

કપાસના અગ્રણી બ્રોકરેજ જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં લગભગ તમામ જીનો ખાલી હોય તેવા વર્ષો પછી જોવા મળ્યું છે. કપાસની આવક દિવસેને દિવસે ઘટી રહી છે અને આ વર્ષે કપાસનો કોપ ઘણો જ ઓછો થયો છે.ગુલાબી ઈયળના ઉપદ્રવના કારણે

મોટાભાગના ખેડૂતોએ કપાસ કાઢીને ચણા, રાયડો અને ઘઉંનું વાવેતર કરી દીધું હોઇ અને આખો દેશના ક્રોપ 2.75 થી 2.80 કરોડ ગાંસડી થી વધુ થવાની કોઈ શક્યતા દેખાતી નથી.કપાસના ભાવમાં ઊંચામાં 1700 રૂપિયા હોય ત્યારે ખેડૂત ઘરમાં કપાસ નહીં રાખે અને વેપારી ભાવે કપાસ નો સ્ટોક કરવાનો નથી

તોપણ કપાસની આવક ઓછી હોય અને ડિસેમ્બરમાં એકેય જીનમાં 500 થી 700 લાસરી થી વધુનો કપાસ પડ્યો નથી તે શું બતાવે છે. દર વર્ષે કપાસનો ઓછો ક્રોપ ની ખેડૂતો બૂમરાણ મચાવે ત્યારે વેપારીઓ માનતા નથી પણ આ વર્ષે ખેડૂતો ની ઓછા ઉતરાણ બૂમરાણ અત્યારે બજારમાં સ્પર્ષ્ટ દેખાઈ રહી છે.

મોટાભાગના વિસ્તારોમાં કપાસની એકથી બે વીણી થઈ ગઈ છે.હવે સરેરાશ સારી ક્વોલિટી નો કપાસ બજારમાં ઠલવાઈ ગયો છે.હવે જે કપાસ બજારમાં આવશે તે મધ્યમ તથા નબળી ક્વોલિટી નો હશે.જોકે નિષ્ણાતો નું કહેવું છે કે જાન્યુઆરી મહિનામાં કપાસના ભાવ ઘટશે. હાલ ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે તે કપાસ વેચવાનો નફો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે ખુશી ના સમાચાર : કપાસના ભાવ માં થયો મોટો વધારો,જાણો જાન્યુઆરીમાં કેવા રહેશે ભાવ"

Leave a comment

Your email address will not be published.


*