સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યું સ્ટાર પ્રચારકોની યાદી, જાણો કોણ કોણ છે સામેલ.

121

કોંગ્રેસના 20 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં ગુજરાત સહિત રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ પણ પ્રચારમાં જોડાશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક નું લિસ્ટ તૈયાર થયું છે.

કોંગ્રેસના 20 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે.જેમાં ગુજરાત સહિત રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ પણ પ્રચારમાં જોડાશે.ભાજપ દ્વારા પણ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

અને જેમાં સ્મૃતિ ઈરાની પણ ગુજરાતમાં પ્રચાર કરતા જોવા મળશે તો આ તરફ કોંગ્રેસમાંથી હાર્દિક પટેલ અને શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ પ્રચાર કરશે.કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો લઈને સ્ટાર પ્રચારકો મેદાને ઉતરશે.

સુરત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નેતાઓ પોતાની સભા ગજવશે અને સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી કોંગ્રેસ હવે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીમાં.

સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના અનેક બેઠકો મળી હતી.કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા.

સિદ્ધાર્થ પટેલ અને શક્તિસિંહ ગોહિલ જેવા દિગ્ગજ નેતાઓનો સામેલ કરવામાં આવ્યો છે અને તેઓ ચૂંટણીને લઈને પ્રચાર શરૂ પણ કરી દેશે. ચૂંટણી જેમ જેમ નજીક આવી ગઈ છે એમ ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ.

તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે.આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે અને આવનારા સમયમાં પ્રજા પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી યોગ્ય નગર સેવક ની પસંદગી કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!