મહિસાગર મા ST બસ અને બાઈક વચ્ચે ટક્કર, ST બસ માસુમ બાળક પર ચડી ગઈ…

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના મહિસાગર જિલ્લાની છે. આજરોજ મહેસાણા જિલ્લામાં એક અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં એક નાના બાળકનું મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત એસ.ટી.બસ અને બાઈક વચ્ચે થયું છે.

ત્યારે બાઇક પર સવાર એક યુવતિને ઈજા પહોંચી છે અને એક બાળકનું એસ.ટી.બસ સાથે ટક્કર થતા ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. અકસ્માત મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં થયું છે.

હા ટક્કરમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે અને માસૂમ બાળકનું મૃત્યુ થયું છે. એસ.ટી.બસ માસૂમ બાળક પર ચડી ગઈ હતી. તેથી માસૂમ બાળકના મૃતદેહને કાઢવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી.

ત્યારબાદ jcb દ્વારા એસ.ટી.બસની ઊંચી કરવામાં આવી અને માસૂમ બાળકના મૃતદેહને એસ.ટી.બસની નીચેથી બહાર કાઢવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં મહીસાગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

એસ.ટી.બસ માણસા થી પાટવેલ જતી હતી આ દરમ્યાન આ સમગ્ર ઘટના બની છે. આ ઘટના જોઈને લોકો દંગ થઇ ગયા હતા. આ ઉપરાંત એસટી બસમાં મુસાફરી કરતા લોકોના હાલના ઇજા ના સમાચાર નથી.

હવે થોડાક દિવસ પહેલા ની વાત કરીએ તો ખેડાના કંઠલાલમાં પણ એક એસટી બસ નો અકસ્માત થયું હતું. એસટી બસની ગમે સલામત સવારી ગણાતી એસ.ટી.બસને અકસ્માતો થી બચવાના યોગ્ય પગલા લેવા જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*