સુરતમાં એક ભંગારના ગોડાઉનમાં લાગી આગ, કચરો અને પ્લાસ્ટિક બળીને ખાક…

Published on: 2:48 pm, Wed, 18 August 21

આજકાલ લાગવાની ઘટનાઓ વધી ગઈ છે કોઈક વાર ચાલતા વાહનોમાં આગ લાગે છે કે કોઈક વાર બંધ ગોડાઉનમાં આગ લાગે છે. તેને જે ઘટના સુરત ની સામે આવી રહી છે સુરતના જીલાની બ્રિજ નજીક એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી જતા આખું ગોડાઉન બળીને ખાખ થઈ જાય છે.

આ ઘટનાની જાણ થતા તાત્કાલીક જાહેર ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવે છે અને લગભગ દોઢ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મળે છે.

તમે વીડિયોમાં જોઈ શકો છો કે કચરાના ઢગલા ગોડાઉનમાં આગ ઉપર દેખાય છે. ફાયરની ટીમ આવતાં તાત્કાલિક આગ પર પોતાનો કાબૂ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.

હજુ પણ ગોડાઉનમાં આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. આ સમગ્ર ઘટનામાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. ઘટનાસ્થળે મુગલીસર સરળ અને અડાજણની ફાયર ટીમ પહોંચી હતી.

આ ઉપરાંત ગોડાઉનના માલિકે જણાવ્યું કે હજુ ત્રણ મહિના પહેલા જ ભંગાર નો ધંધો શરૂ કર્યો હતો. વહેલી સવારે આગ લાગી હોવાના કારણે તેઓ તાત્કાલિક ગોડાઉનને પહોંચ્યા હતા.

આ ઉપરાંત ગોડાઉનમાં કામ કરતા લોકો આગ પર કાબુ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એક કારીગર નું કહેવું છે કે શોર્ટ સર્કિટના કારણે ગોડાઉનમાં આગ લાગી હતી. મળતા આંકડા મુજબ એક લાખ જેટલું નુકસાન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં એક ભંગારના ગોડાઉનમાં લાગી આગ, કચરો અને પ્લાસ્ટિક બળીને ખાક…"

Leave a comment

Your email address will not be published.


*