આગામી ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને મોટી જાહેરાત કરી શકે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બેઠક બોલાવી છે.
પેટ્રોલ-ડીઝલ પર લાગતા વેટને લઈને બેઠક બોલાવી છે.આજરોજ સાંજે 5:30 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળવાની છે જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને ચર્ચા થશે. વિધાનસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ પર સરકાર મોટી રાહત આપી શકે છે.
દિવાળીનો તહેવાર ખૂબ જ નજીક છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પણ સતત ભાવ વધારો થતાં સામાન્ય નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલમાં આજે ફરીથી પ્રતિ લિટર 33 પૈસા અને ડીઝલમાં પ્રતિલીટર 38 પૈસાનો ભાવ વધારો થયો છે. મધ્યપ્રદેશમાં તો પેટ્રોલમાં પ્રતિ લિટરે 120 રૂપિયાને પાર થઈ ગયું છે.
સુરત પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં આગામી સમયમાં નવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા ની જાહેરાત થઈ શકે છે.કારણકે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી નું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. આજે સુરત પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી શર્માએ વાત કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment