બોટાદના પાળીયાદ રોડ પર એક ટ્રકના ચાલકે ધોરણ 9ના વિદ્યાર્થીને લીધો અડફેટે, ઘટનાસ્થળે વિધાર્થીનું કરૂણ મૃત્યુ…

Published on: 4:19 pm, Thu, 28 October 21

બોટાદના પાળીયાદ રોડ પરની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બોટાદના પાળીયાદ રોડ ઉપર બપોરના સમયે સ્કુલ બસમાંથી નીચે ઉતરતા એક વિદ્યાર્થીને ટ્રકચાલકે અડફેટેમાં લીધો હતો. ટ્રકની ટક્કરના કારણે વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર વિદ્યાર્થી ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી અનુસાર બોટાદની આદર્શ સ્કૂલ માં ધોરણ 9ના અભ્યાસ કરતો 14 વર્ષીય વિદ્યાર્થી દર્શન ગભરૂભાઈ ખાંભલા બોટાદની પાળીયાદ રોડ ઉપર આવેલી યોગી નગર સોસાયટીમાં રહેતા વિદ્યાર્થી બપોરના સમયે સ્કૂલમાંથી છુટ્યો હતો.

સ્કુલ બસમાંથી તે નીચે ઉતરીને પોતાના ઘર તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે પાળીયાદ થી બોટાદ તરફ આવતા એક ટ્રકે વિદ્યાર્થીને અડફેટેમાં લીધો હતો. અકસ્માત બન્યા બાદ ચાલક ઘટના સ્થળેથી મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો.

આ ઘટનાની જાણ સ્કૂલના સંચાલનને થતાં જ શિક્ષક સ્ટાફે આ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થીના ઘરે અને પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પાળીયાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને વિદ્યાર્થી નામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સોનેવાલા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઇને બસચાલક કરણસિંહ દાનસંગભાઈ મકવાણાએ ટ્રક ચાલકની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!