કોલેજના ધાબા ઉપર ચડીને એક વિદ્યાર્થીની નીચે કુદી જવાની ધમકી આપવા લાગી, જાણો શા માટે વિદ્યાર્થીનીએ આ પગલુ ભર્યું – જુઓ સમગ્ર ઘટનાનો વીડિયો…

હાલમાં બનેલી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં આજરોજ બપોરે એક ગર્લ્સ ડિગ્રી કોલેજમાં ભારે હોબાળો મચી ગયું હતું. મળતી માહિતી અનુસાર અહીં એક ગુસ્સામાં ભરાયેલી વિદ્યાર્થીની કોલેજના ધાબા ઉપર ચડી ગઈ હતી અને ત્યાં એક દિવાલ ઉપર ઉભી રહે અને ત્યાંથી નીચે કૂદવાની ધમકી આપી રહી હતી.

આ ઘટના બનતા જ કોલેજમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. કોલેજના મેનેજમેન્ટએ વિદ્યાર્થીનીને સમજાવવાની ઘણી બધી કોશિશ કરી. પરંતુ વિદ્યાર્થીની કોઈની વાત માનવા તૈયાર જ હતી. આ ઘટના સાગરમાં બની છે. ઘટનાની માહિતી મળતા પોલીસ અને SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે લગભગ દોઢ કલાકની મહેનત બાદ વિદ્યાર્થીનીને સમજાવીને ત્યાંથી નીચે ઉતારી હતી. આ ઘટના બનવાના કારણે કોલેજમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ વિદ્યાર્થીનું નામ સરિતા છે અને તે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. મંગળવારના રોજ સરિતા કોલેજમાં પરીક્ષા આપવા માટે આવી હતી.

પરીક્ષા આપવા માટે સરિતા પરીક્ષા હોલમાં ગઈ હતી. આ દરમિયાન તેને પોતાનું બેગ, પર્સ અને મોબાઈલ બહાર મૂક્યું હતું. પેપર પૂરું થયા બાદ ત્યારે સરિતા બહાર આવી ત્યારે તેનું બેગ, પર્સ અને મોબાઈલ ગાયબ હતું. ત્યારબાદ સરિતા કોલેજ મેનેજમેન્ટ પાસે આ બાબતની ફરિયાદ કરવા ગઈ હતી.

જેના પગલે કોલેજમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીની બેગ લઈ જતી જોવા મળી હતી. ત્યારબાદ કોલેજ મેન્ટેજમેન્ટ આ મામલાને ટાળી દીધો હતો. કોલેજ મેનેજમેન્ટે સરિતા ને કહ્યું કે ત્રીજા પેપરના દિવસે તને તારી વસ્તુ અપાવી દઈશું.

ત્યારે સરિતાએ કહ્યું કે, હું રડી રહી હતી. ત્યારે તેઓ મારી મજાક ઉડાવી રહ્યા હતા. કોલેજનો સ્ટાફ મારી હસી ઉડાવી રહ્યો હતો. તેથી પરેશાન થઈને હું છત પર ચડી ગઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*