જૂનાગઢમાં પિતાના મૃત્યુ બાદ દીકરાઓએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે પિતાની અંતિમ યાત્રા કાઢી, પિતાની ઇચ્છા હતી કે…

Published on: 6:53 pm, Tue, 28 June 22

આપણે સૌ જાણીએ છીએ કે જે લોકોનો જન્મ થાય છે તેમનું મૃત્યુ નિશ્ચિત છે. એવામાં આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થઇ જતાં સમગ્ર ગ્રામજનોએ તેની અંતિમ યાત્રા વાજતે ગાજતે કાઢી. આ કિસ્સો જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગામ માંથી સામે આવ્યો હતો.જેમાં ગ્રામજનોએ એક વ્યક્તિનું મૃત્યુ થઇ જતાં તેની અંતિમવિધિ યાત્રા ધામધૂમ થી કાઢી હતી.

એ વ્યક્તિ વિશે વિસ્તૃતમાં જણાવીશ તો કાનજીભાઈ બોઘાભાઈ ચાવડા કે જેઓ મંડળીના આગેવાન હતા અને તેમણે પોતાનું આખું જીવન સેવાભાવી કાર્યો માં જ વિતાવી દીધું હતું.એટલું જ નહીં પરંતુ તેમની જીવન કીર્તનમાં ખૂબ જ રસ હોવાથી તેમણે પોતાનું આખું જીવન કીર્તન અને ગાયોની સેવામાં વિતાવી દીધું હતું, ત્યારે તેમની એકમાત્ર છેલ્લી ઇચ્છા હતી કે જ્યારે તેમનું મૃત્યુ થાય ત્યારે તેમની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવે.

એવામાં જ કાનજીભાઈનું મૃત્યુ થઈ જતા તેમની અધૂરી ઇચ્છા પૂર્ણ કરવા માટે સમગ્ર ગ્રામજનોએ સાથ સહકાર આપીને બધા જ લોકો કાનજીભાઈની અંતિમયાત્રામાં જોડાયા અને સ્મશાનયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાનજીભાઈ પોતાનું આખું જીવન સેવાભાવી કાર્યોમાં વિતાવી દીધું હતું અને તેમની છેલ્લી ઈચ્છા પણ પૂર્ણ થઈ.

આ કાનજીભાઈની અંતિમયાત્રામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. એટલું જ નહીં પરંતુ દરેક લોકોએ કાનજીભાઈ ને ફૂલ અર્પણ કરીને સાચી શ્રદ્ધાંજલિ પણ આપી હતી.કાનજીભાઈ ની અંતિમયાત્રા જોઈને સૌ કોઈ લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.ઢોલ નગારા સાથે વાજતે-ગાજતે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

ત્યારે સ્વાભાવિક છે કે જે લોકો જન્મ લે છે, તેમનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે.તેવામાં કાનજીભાઈની અંતિમ ઈચ્છા પૂર્ણ કરનાર આ ગામના લોકોએ વાજતે ગાજતે ઢોલ નગારા સાથે અંતિમયાત્રા કાઢી હતી. આવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં લોકો જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેમની બધી અંતિમ ઇચ્છાઓ પૂર્ણ કરતા હોય છે.એવામાં જ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જૂનાગઢમાં પિતાના મૃત્યુ બાદ દીકરાઓએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે પિતાની અંતિમ યાત્રા કાઢી, પિતાની ઇચ્છા હતી કે…"

Leave a comment

Your email address will not be published.


*