હેપી બર્થ ડે ચોર…! ચોર પકડાઈ ગયા બાદ લોકોએ ભેગા મળીને કેક કટિંગ કરી, ચોરની ઈચ્છા હતી કે – જુઓ અનોખો વીડિયો…

Published on: 5:56 pm, Tue, 28 June 22

સોશિયલ મીડિયા પર અમુક વાર એવા ઘણા વિડીયો સામે આવતા હોય છે કે જે ચર્ચાનો વિષય બની જતા હોય છે. એવામાં આપણી સમક્ષ હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે કે જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે તમે એ તસવીરો જોશો તો તમને પણ એવું લાગશે કે અહીં કોઈક નો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે. પરંતુ અહીં તો એક વિસ્તારમાં ચોર પકડાઈ જતાં તેણે કહ્યું હતું કે આજે મારો જન્મદિવસ છે તેથી તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

વાત જાણે એમ છે કે એક ચોર કે જે અમુક વિસ્તારમાં ચોરી કરવા માટે નીકળ્યો હતો ત્યારે તેમની પાસે ચાવી અને એક પકડ મળી આવ્યો હતો. ત્યારે ત્યાંના રહીશોએ ચોરને પકડીને તેને પૂછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે આજે મારો જન્મદિવસ છે. તેથી બધા લોકોએ તેના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરી. એટલું જ નહીં પરંતુ એક કેકની આજુબાજુ 4 ચાવી અને એ પકડ મૂકવામાં આવ્યો ત્યારે એ તસવીરો તમે પણ જોઈ શકો છો.

એક બાજુ એક ચોર કેક કાપી રહ્યો છે તે બીજી બાજુ વ્યક્તિ કેક કાપી અને તેને કેકનો ટુકડો ખવડાવી રહ્યા છે અને બેકગ્રાઉન્ડમાં ઘણા લોકો હેપી બર્થ ડે ટુ નું ગીત પણ ગાઈ રહ્યા છે, ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તમને પણ ઘણા સવાલો થયા હશે ત્યારે આ વીડિયોમાં કેપ્શન માં લખવામાં આવ્યું છે કે આટલું પ્રેમ બાળપણમાં મળ્યો હોત તો કદાચ એ ચોર ના બનેત.

હાલ તો આ વીડિયોને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી લાઈકો પણ મળી છે અને ઘણા લોકોએ વધુમાં વધુ શેર પણ કર્યો છે,ત્યારે વાત કરીશું તો આ વીડિયો પર ત્રણ લાખથી વધુ લાઈક્સ અને 2 હજારથી વધુ કોમેન્ટ આવી છે, ત્યારે એ ચોરને પણ મનમાં સવાલો થયા હશે કે આ લોકો પણ કેટલા ખતરનાક છે. સોશિયલ મીડિયા પર વીડિયો જોનારા ઘણા એવા યૂઝર્સ પોતાનો અભિપ્રાય આપતા કોમેન્ટમાં કહ્યું છે કે હું વિચારી રહ્યો છું કે જન્મ દિવસ પછી તે કેટલા લોકોને મારી નાખશે.

તો બીજા લોકોએ હેપી બર્થ ડે ચોરભાઈ એવું કહીને અભિપ્રાય આપ્યો છે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ ચોર પકડાય છે ત્યારે તેને પાસેથી વસ્તુઓ શોધવા માટેની તપાસ કરવામાં આવતી હોય છે.પરંતુ અહીં તો કંઈક અલગ જ કરવામાં આવ્યું અને જ્યારે લોકો દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે એક યુવક દ્વારા કહેવામાં આવ્યું હતું કે આજે તેમનો જન્મદિવસ છે.

ખરેખર સ્થાનિક લોકોએ એક કેક મંગાવી અને તેના જન્મ દિવસની ઉજવણી કરી સાથે બાજુમાં એ ચોરની સાથે રહેલા સાધનો જેવા કે ચાર ચાવી અને એક પકડ પણ મૂકવામાં આવ્યું હતું. જે તસવીરો તમે પણ સોશિયલ મીડિયા પર જોઈ શકો છો. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતો નજરે પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હેપી બર્થ ડે ચોર…! ચોર પકડાઈ ગયા બાદ લોકોએ ભેગા મળીને કેક કટિંગ કરી, ચોરની ઈચ્છા હતી કે – જુઓ અનોખો વીડિયો…"

Leave a comment

Your email address will not be published.


*