અમરેલીમાં બનેલી વધુ એક સોસાયટીની ઘટના સામે આવી રહી છે. અહીં શાંતાબા ગજેરા વિધા સંકુલમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન આજરોજ ધોરણ નવમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું કરુણ મોત થયું છે. સમગ્ર ઘટના સ્કૂલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, વિદ્યાર્થીની સ્કૂલમાં અચાનક જ બેભાન થઈ ગઈ હતી. પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. હાલમાં તો દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સાચું કારણ જાણવા મળશે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીનું નામ સાક્ષી હતું અને તે ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી.
આજરોજ વહેલી સવારે વિદ્યાર્થીની શાળામાં પરીક્ષા હતી. સાક્ષી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરી રહી હતી ત્યારે અચાનક જ તે જમીન પર ઢાળી પડી હતી. ત્યારબાદ શાળાનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો અને સાક્ષીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
અમરેલીમાં ચાલુ શાળામાં ધોરણ-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું કરુણ મોત… જુઓ મોતના CCTV ફૂટેજ… pic.twitter.com/IfVosNMVT0
— GUJJU ROCKZ (@gujju_rockz) November 3, 2023
જ્યાં હાજર ડોક્ટરે દીકરીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. દીકરીના મોતના સમાચાર મળતા જ તેના માતા-પિતા અને પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે, સાક્ષીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
હાલમાં આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટે તો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ દીકરીના મોતનું સાચું કારણ જાણવા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment