ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે ઘણા લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. ઘણા બાળકોએ પોતાની માતાને ગુમાવી છે.
અને ઘણા બાળકોએ પોતાના પિતાને ગુમાવ્યા છે અને ઘણા બાળકો એ તો બંનેને ગુમાવ્યા છે. તે માટે રાજ્યની રૂપાણી સરકારે આ બાળકનું ભરણપોષણ થાય તે માટે મોટી સહાયની જાહેરાત પણ કરી છે.
માતા અથવા તો પિતા એમ કોઈ પણ એક વાલી ની છત્રછાયા ગુમાવી હોય તેવા બાળકોને ભવિષ્ય અને શિક્ષણના પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવા બાળકોની સારસંભાળ રાખવા માટે રૂપાણી સરકારે ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ની જાહેરાત કરી છે.
જે બાળકોએ પોતાના એક વાલી ગુમાવ્યા હોય તેવા બાળકોને પણ સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક વાલી વાળા બાળકો ને માસિક 2 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ આ જાહેરાતની સહાય ની રકમ DBD દ્વારા ચૂકવવાની યોજના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આગામી બે ઓગસ્ટે જાહેર થઇ થશે.
સરકારની આ યોજનાને મેળવવા માટે એક વાલી વાળા બાળકોને બેન્ક એકાઉન્ટ ખોલાવવું ખૂબ જ જરૂરી છે. જે બાળકોને આ સહાયનો લાભ લેવો હોય તેવા બાળકોને બેન્ક એકાઉન્ટ ત્રણ દિવસની અંદર ખોલાવવાનું રહેશે.
આ સહાયને લઇને જિલ્લાના જુદાજુદા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે કે ત્રણ દિવસમાં ખોલાવવાની આવવાની વ્યવસ્થા કરવા માટ સામાજીક નીયમો અને અધિકારીના વિભાગના એસીએસ સુનયના તોમરે તમામ જીલ્લાના કલેક્ટરોને પત્ર પાઠવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment