કોરોના ના કારણે અનાથ બનેલાં બાળકોને મહિને આટલા હજાર રૂપિયાની સહાયમાં મળી છૂટછાટ, આ વર્ષ સુધી મળશે લાભ…

Published on: 10:29 pm, Fri, 9 July 21

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે કેટલાય લોકોના મૃત્યુ થયા છે. અને કેટલાક બાળકો અનાથ બન્યા છે. મામા સરકાર દ્વારા કોરા ના કાળ દરમિયાન અનાથ બાળકો ની આયોજના મુદ્દે સરકારે મહત્વના નિર્ણય લીધા. માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકને 18 વર્ષની બદલે 21 વર્ષ સુધી સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો.

અગાઉ બાળકોને 18 વર્ષ સુધી દર મહિને 4000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જેમાં ઉંમરનો તબક્કાવાર વધારો કરીને નવો નિર્ણય કરાયો છે. આ તમામ જાહેરાત ગાંધીનગર ખાતે કોરોના માં અનાથ બનેલા બાળકો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના ‘મોકળા મને’ કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી હતી.

ઉપરાંત આ યોજના માં લોકોને ઘણી આ સમજ હતી તેને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે કોરોના કાળમાં અનાથ બનેલા તમામ બાળકોને સહાય મળશે.

આ શહેરમાં મરણનું કારણ બતાવવાની જરૂર નથી. મૃત્યુના સર્ટિફિકેટમાં કોરોના થી મૃત્યુ નો ઉલ્લેખ નહીં હોય તો પણ સહાય આપવામાં આવશે.

આ ઉપરાંત કોરોનાની મહામારી માં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળ સેવા યોજનાની જાહેરાત કરી છે.

આ યોજનામાં કોરોના ના કારણે જેના માતા-પિતા બંનેનું મૃત્યુ થયું છે તેવા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં લાભ મળશે. આ યોજનામાં આવે એકવીસ વર્ષ સુધી બાળકોને દર મહિને 4000 રૂપિયા આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!