સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
મોટા થયા પછી લોકો પોતાના બાળપણને ખૂબ જ મિસ કરતા હોય છે. દરેક લોકોને પોતાના જીવનમાં પોતાનું બાળપણ ખૂબ જ ગમે છે. અને આપણે સૌ વિચારતા હોવી કે કાશ તે બાળપણ ફરીથી પાછો આવી જાય. એક વખત બાળપણ ચાલ્યું ગયું તે બાળપણ ફરી પાછું નહીં આવે.
બાળપણમાં કરેલી મોજમસ્તી હવે જુવાનીમાં નહીં થાય. બાળપણમાં શાળાઓ કે ઘર આપને ખૂબ જ મોજ મસ્તી કરી હશે. તે મોજ-મસ્તી હવે પાછી નહીં આવે. જ્યારે હાલમાં આપણા બાળપણને યાદ કરાવી દે તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થયેલા આ બાળકનો વિડીયો જોઇને તમને પણ તમારા બાળપણ ની યાદ આવી જશે. હાલમાં આ વિડીયો ઈન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ક્લાસરૂમમાં અભ્યાસ ચાલી રહ્યો છે. બધા બાળકોનું ધ્યાન શિક્ષક તરફ છે.
#Monday afternoon…? pic.twitter.com/XvXngU2AqH
— Dipanshu Kabra (@ipskabra) March 21, 2022
પરંતુ ચાલુ અભ્યાસે એક બાળક પોતાની નીંદર લેવામાં વ્યસ્ત છે. આ બાળક ચાલુ અભ્યાસે ખુરશી પર બેસીને સુઈ રહ્યો છે. બાળકની નીંદર લેતી વખતે ક્યારેક આગળ ઝૂકે છે તો ક્યારેક પાછળ. ખરેખર આ વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.
આ રમુજી વિડિયો IPS ઓફિસર DEEPANSHU KABARએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 28 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત એક હજારથી પણ વધારે લોકોએ વિડીયો અને લાઈક કરી છે. ઘણા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે, હું આ અનુભવ સમજી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment