આજે આ વૃદ્ધ મહિલા પોતાના પતિનો જીવ બચાવવા માટે રસ્તા પર કરી રહી છે મહેનત,જાણો આ મહિલાની એવી શું મજબૂરી કે…

Published on: 10:50 am, Wed, 23 March 22

માનવીય જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવતા હોય છે. કોઈ વ્યક્તિનું જીવન એવું નહીં હોય કે જેના જીવનમાં એક પણ ખરાબ પરિસ્થિતિ ન આવી હોય. દરેક વ્યક્તિના જીવનમાં એવો સમય આવતો જ હોય છે કે જયારે તેણે કઠિનમાં કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. ખરાબ પરિસ્થિતિનો સામનો કરીને તેમાંથી બહાર નીકળવું એ જ ખરા પ્રમાણમાં જીવનની વ્યાખ્યા છે.

ઘણા લોકો હોય છે કે જેઓ હિંમત હારી જતા હોય છે, જિંદગી સામે હાર માની જતા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી વ્યક્તિનો પરિચય આપવા જઈ રહ્યા છીએ કે જેઓએ ખરેખર જીવનની વ્યાખ્યા જ બદલી નાખી છે. તેઓએ ક્યારેય નહોતું વિચાર્યું કે તેમને રસ્તા પર ઉભા રહેવું પડશે. આ મહિલા પોતાના ખરાબ સમયમાં પોતાની જિંદગીની પરિસ્થિતિ સામે લડીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે.

આ મહિલાના પતિ ની અચાનક તબિયત લથડતાં તેમને આ અણધારી પરિસ્થિતીનો સામનો કરવાની નોબત આવી છે. તેમના પરિવારમાં બીજું કોઈ એવું નહોતું કે જે તેમની મદદ કરી શકે. માટે પરિસ્થિતિ સામે હાર માનવાની જગ્યાએ તેઓએ મહેનત કરીને આ પરિસ્થિતિનો સામનો કરવાનું નક્કી કર્યું.

64 વર્ષની ઉંમરે આ મહિલા એ પોતાના પતિની સારવાર માટે કમાણી કરવાનું શરૂ કર્યું છે. લોકો પાસે હાથ ફેલાવવા ની જગ્યાએ તેઓ પોતાની સમસ્યાનું સમાધાન જાતે જ શોધી રહ્યા છે. જુવાનીમાં લોકોના હાથ-પગ ચાલતા હોવા છતાં કોઈ પરિશ્રમ કરવા તૈયાર હોતું નથી જેની સામે આ મહિલાએ 64 વર્ષની ઉંમરે કઠિન પરિશ્રમને પોતાનો માર્ગ બનાવ્યો છે. અણધારી રીતે આવેલી આ પરિસ્થિતિના સમાધાનરૂપે તેઓએ રસ્તા પર ખાવાનું વેચવાનું શરૂ કર્યું અને તેના દ્વારા કમાયેલા પૈસાથી તેઓ પોતાના પતિની સારવાર કરી રહ્યા છે.

દુઃખ તો સૌ કોઈને આવે પરંતુ આ દુઃખનો સામનો કરવાની હિંમત કોઈ વ્યક્તિ કરી શકતું નથી ત્યારે જતી જિંદગીએ આ મહિલાએ આ હિંમત બતાવીને સમાજ માટે એક જળવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મહિલા રસ્તા પર પૌષ્ટિક આહાર બનાવીને વેચે છે અને આ કમાણીથી પોતાના પતિની જિંદગી બચાવી રહી છે. તેમનો આ પ્રયાસ સાચા પ્રેમની વ્યાખ્યાને ઉજાગર કરે છે. ત્યારે હાલ લોકો પણ તેમનો સાથ-સહકાર આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આજે આ વૃદ્ધ મહિલા પોતાના પતિનો જીવ બચાવવા માટે રસ્તા પર કરી રહી છે મહેનત,જાણો આ મહિલાની એવી શું મજબૂરી કે…"

Leave a comment

Your email address will not be published.


*