રાજ્યમાં કોરોનાવાયરસ નો કહેર વધી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધારે ચાર હજારથી પણ વધારે કેસો નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાવાયરસ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટની એક મીડિયા ચેનલ સાથે મોડી રાતે મુખ્યમંત્રી વાતચીતમાં લોકડાઉન મુદ્દે સ્પષ્ટ વાત કરી હતી.
તેઓએ વાતચીત દરમિયાન જણાવ્યું કે,ગુજરાત માં લોકડાઉન નહિ થાય પરંતુ આપણે આ કોરોના થી સાવચેત રહેવાની જરૂર છે. કોરોના ની સ્થિતિ ગંભીર છે.
પણ સરકાર સજ્જ છે તેથી કોઈએ ભય રાખવાની જરૂર નથી.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગઈકાલે મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે.
તો સાથે કોરોનાની કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળ્યો છે.રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોના ના 4021 કેસ નોંધાયા છે અને 2197 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.
તો આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.સુરતમાં બેકાબુ કોરોના બની રહ્યો છે ત્યારે તેની તકેદારી રૂપે લારી-ગલ્લા અને સાત દિવસ માટે બંધ રાખવાના મહાનગરપાલિકા દ્વારા મૌખિક આદેશ આપવામાં આવ્યા છે.
મહાનગરપાલિકાના મૌખિક આદેશ કે લેખિક માન્ય ગણવામાં આવ્યો છે. સુરત શહેરમાં જે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
અને વધારે પ્રમાણ માં કેસો આવી રહ્યા છે ત્યારે લારી તેમજ ગલ્લા બંધ કરવાનો મહાનગરપાલિકા દ્વારા આદેશ છૂટ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment