ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને બીજી લહેર માં ઘણા લોકો કોરોના ના ભોગ બન્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. ત્યારે સંસદના રાજ્યસભા ગૃહ માં કેન્દ્ર સરકારે ઓક્સિજનની અછતથી દેશમાં એક પણ મૃત્યુ નથી થયાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું.
વિપક્ષ દ્વારા સરકાર પર શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના આક્ષેપ ને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી.
ગુજરાતમાં ઓક્સિજન થી અછતથી થયેલા મૃત્યુના આક્ષેપને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી માટે ખોટા પ્રહાર કરે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં ઓક્સિજનની અસર થતી કોઈ મૃત્યુ થયા નથી.
ગુજરાતમાં મંગળવારે કોરોના કેસની વાત કરીએ તો 29 કોરોના નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત કોરોના ના કારણે રાજ્યમાં ગઈકાલે એક પણ વ્યક્તિના મૃત્યુ થયા નથી.
ગુજરાતમાં ગઈકાલે અમદાવાદ શહેરમાં કોરોના નવા 6 કેસ, સુરતમાં 4 કેસ, વડોદરામાં નવા કોરોના ના નવા 7 કેસ અને રાજકોટ શહેરમાં કોરોના નો એક પણ કેસ નોંધાયો નહોતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment