ગુજરાત પેટા ચૂંટણીના પરિણામ હવે ધીરે ધીરે આવી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા 6 બેઠકો પર જીત મેળવી છે અને બીજી બે બેઠક પર પણ ભાજપ આગળ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા.આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. કમલમ ખાતે ઢોલ નગારા વાગ્યા હતા.
અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. કમલમ ખાતે ચારેબાજુ ઉત્સાહ અને ઉમંગ નો માહોલ જોવા મળી રહ્યો હતો.ગાંધીનગરના કમલમ ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો અને સાથે બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં કમલમ ખાતે પહોંચી રહ્યા છે.
મુખ્યમંત્રી રૂપાણી પેટા ચૂંટણીના પરિણામો આવવાની સાથે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે, આ પરિણામો વર્ષ 2022 માં યોજાનારી વિધાનસભા ચૂંટણી નું ટ્રેલર છે.આગામી જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો અને મહાનગરપાલિકાની આ ચૂંટણીના પરિણામ છે.
કોંગ્રેસયા ચૂંટણીમાં ખૂબ બધા આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાએ કોંગ્રેસની સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી પણ જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment