પેટાચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થતાં પાટીદાર આંદોલનના આ દિગ્ગજ કાર્યકર્તાએ હાર્દિક પટેલ પર આક્ષેપ કરતા કહ્યું કે.

Published on: 4:44 pm, Tue, 10 November 20

ગુજરાતમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે ત્યારે હાર્દિક પટેલ નો એક સમયના સાથી અને પાટીદાર અનામત આંદોલનના પૂર્વ સંગઠન પ્રમુખ દિલીપસિંહ હાર્દિક પટેલ પર આક્ષેપ કરતો એક વીડિયો વાયરલ કર્યો છે. દિલીપ સાબવાએ વીડિયોમાં આક્ષેપો લગાવતા કહ્યું કે,હાર્દિકે ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે અને પછડાયેલી કોંગ્રેસે કરેલી રાજનીતિનું આ પરિણામ છે.

હાર્દિક એવું ન સમજે કે પાસ છે તે હાર્દિકની વોટબેંક છે અને હાર્દિકને કોંગ્રેસની ટિકિટ ના સોદાગર કહી દિલીપ સાબવાએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે.ઉલ્લેખનીય છે કે,કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ પણ કોંગ્રેસની હાર સ્વીકારી લીધી છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણી હાર સ્વીકારતા જણાવ્યું કે, પેટાચૂંટણીના પરિણામ એ અમારી ઊણપો નો અરીસો છે. જનાદેશનો નતમસ્તકે સ્વીકાર કરું છું.

મંદી,મોંઘવારી તથા બેરોજગારીને હરાવી કાળા ધનના કોથળોનો જવલંત વિજય થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!