ફરી એક્શનમાં મુખ્યમંત્રી રૂપાણી : ગુજરાત રાજ્યમાં ઓક્સિજનને લઈને સરકારે આપ્યા આ આદેશ.

104

ગુજરાત રાજ્યમાં હાલમાં કોરોનાની મહામારી માં ઓક્સિજનની ઘટ્ટ દર્દીઓ માટે જોખમી પુરવાર થઈ શકે છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને લઇને કેટલાક ઠોસ કદમ લીધા છે. રાજ્યમાં ઓક્સિજન પ્લાન્ટ પર સરકારનું સીધું મોનીટરિંગ છે.

મુખ્યમંત્રી રૂપાણીએ ઓક્સિજન પ્લાન્ટ પર મોનીટરીંગ ના આદેશ આપ્યા છે. દરેક ઓક્સિજન પ્લાન્ટ પર સરકારી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

હવેથી ઓક્સિજન સપ્લાય પર સરકારની સીધી નજર રહેશે અને ઓક્સિજન સપ્લાય વાહન પર પોલીસ મોનીટરીંગ રાખશે. ઓક્સિજન પ્લાન્ટ હોસ્પિટલ સુધી મોનીટરીંગ રખાશે અને રાજ્યમાં 800 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ છે.

કોરોના ના લીધે ઓક્સિજન વપરાશ વધ્યો છે અને અન્ય રાજ્ય ઓક્સિજનના જથ્થાની માંગ કરી રહ્યા છે પણ મુખ્યમંત્રી રૂપાણી એ સૂચના આપી છે.

કે અન્ય રાજ્યને ઓક્સિજન નો જથ્થો ન આપવો.ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 94 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.

અને આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 5170 લોકોના મોત કોરોનાવાયરસ ના કારણે થયા છે. ગઇકાલે કોરોના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે.

તો સાથે સાથે મૃત્યુનો આંકડો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 283 લોકો વેન્ટીલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોચ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!