ગુજરાતમાં ભરતી ને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના મંત્રીએ કરી મોટી જાહેરાત,જાણો વિગતે

પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ આજરોજ DDO સાથે મહત્વની બેઠક કરી હતી. રાજ્યના તમામ ડીડિઓ વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. બેઠકમાં ગ્રામીણ વિકાસ ની યોજનાઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકના કામો ને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

પંચાયત હસ્તકના 16400 જગ્યા માં ભરતી કરવામાં આવશે ત્યારે આગામી સમયમાં પંચાયત વિભાગ હસ્તકના વિભાગમાં ભરતી કરવામાં આવશે.સાત સેવાઓ માટે 15 હજાર જગ્યાઓ ભરવામાં આવશે.છેલ્લા પંચાયત ના કામ કરતા જિલ્લા વિકાસ અધિકારીની કોન્ફરન્સ યોજાઈ હતી.

અધિક મુખ્ય સચિવ સહિતના અધિકારીઓમાં યોજાઇ હતી. પંચાયત રાજ્યની મહત્વની હકુમત છે. અહી જેમ સચિવાલય છે તેમ ગ્રામ્યકક્ષાએ પણ સચિવાલય છે. ગામના લોકોના પ્રશ્નો સોલ થાય તેવી સુવિધા આપવા આ બેઠકમાં જણાવાયું હતું.14માં અને 15 માં નાણાપંચની કરોડોની ગ્રાન્ટ ફાળવવાની છે.

સરકારે નાણાપંચની રકમનો સદુપયોગ કરવા અને મારુ ગામ કોરોના મુક્ત થાય તેમ ઈચ્છીએ છીએ. જે રસીકરણ વધુમાં વધુ ગામોમાં થાય તો કોરોના થી મુક્ત થઈ શકીએ.વતન પ્રેમ યોજનાને લઈને આવ્યા છીએ અને પોતાનું ગામ છોડીને બીજા પ્રદેશમાં ગયેલા લોકો માટે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*