પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પાછા કેસો ખેંચવા ગુજરાત સરકારે ખાતરી આપી હતી. આ ખાતરી છતાં તમામ કેસો પાછા ના ખેંચાતા પાટીદાર સમાજમાં અસંતોષ છે.આ અસંતોષ દૂર કરવા રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર અગ્રણીઓની ખાસ બેઠક બોલાવી છે.
આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાના મુદ્દે ચર્ચા થઈ શકે છે અને કોઇ નક્કર નિર્ણય લેવાય તેવી શક્યતા છે.આ બેઠકમાં લેવા પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, કડવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ઉમિયા માતાજી સંસ્થાન પ્રતિનિધિને નિમંત્રણ આપવામાં આવ્યું છે
અને આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણિયા સહિતના નેતાઓ હાજર રહેશે.છ ડિસેમ્બરના રોજ એટલે કે આજરોજ સાંજે 6:30 કલાકે બેઠક બોલાવાઈ છે.
તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ એ પણ તમામ કેસો પાછા ખેંચવા ની ખાતરી આપી છે. પાટીદારોના મોટા બે સંગઠનો સરદાર પટેલ ગૃપ અને પાટીદાર અનામત આંદોલન સમિતિની મહેસાણામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
સરદાર પટેલ ગૃપ અને પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠકમાં નિર્ણય કર્યો હતો કે આગામી સમયમાં ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ ટુ શરૂ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment