સુરતમાં સાતવલ્લા બ્રિજ પર રાત્રે ડમ્પર ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટેમાં, બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ…

Published on: 11:13 am, Mon, 6 December 21

સુરત શહેરના સચિન-પલસાણા સાતવલ્લા બ્રિજ પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહી રાત્રિના સમયે એક ડમ્પર ચાલકે બ્રિજ પર જઈ રહેલા બાઈક ચાલકને અડફેટેમાં લીધો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ નરેન્દ્ર હતું. તે વ્યારા તાપી નો રહેવાસી હતો અને સચિન જીઆઈડીસીમાં સંચા કારીગર તરીકે કામ કરતો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ડમ્પર ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સચિન પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતની ઘટના રવિવારના રોજ રાત્રીના સમયે બની હતી. નરેન્દ્ર નામનો બાઇકચાલક પલસાણા ચોકડી થી ખાતા પરત ફરી રહ્યો હતો.

ત્યારે સાતવલ્લા બ્રિજ પર એક ડમ્પર ચાલકે બાઈક પર સવાર નરેન્દ્રને અડફેટેમાં લીધો હતો. અકસ્માતમાં નરેન્દ્ર ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. ડમ્પર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નરેન્દ્ર નું મૃત્યુ થતાં જ ઘરનો આર્થિક સહારો છીનવાઈ ગયું હતું. આ ઘટનાની પરિવારજનોને જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.