FACEBOOK પર આજે જ બદલી દો આ સેટિંગ , નહીંતર તમારા ડેટા થઈ શકે છે ચોરી

ફેસબુકનો ઉપયોગ દુનિયામાં કરોડો લોકો કરી રહ્યા છે. કોરોના કાળમાં સોશિયલ મીડિયાની મદદથી પરિવાર અને મિત્રો સાથે જોડાઈ રહેવાનો પ્રયાસ લોકો કરી રહ્યા છે. કોરોનાવાયરસ ના કપરા સમયમાં લોકો ઘરેથી કામ કરી રહ્યા છે અને મોટા ભાગના કામો ઓનલાઈન થઈ રહ્યા છે.

એવામાં ડેટા લીંક અને હેકિંગના ન્યુઝ માં વધારો જોવા મળી રહ્યો છે .તેને જોતાં યૂઝર્સના મનમાં થોડો ડર બેસી ગયો છે . આજે અમે આપને એવા સેટિંગ જણાવી રહ્યા છે જેને કરી લેવાથી તમારા પ્રાઇવેટ ડેટા સેફ થઈ જશે.

Facebook ના ડેટા ને સેફ કરો

Facebook પર પ્રાઇવેસી સોટકટ જણાવે છે કે તમે અહીં કેવી રીતે તમારા ડેટાને કંટ્રોલ કરી શકો છો. આ શોર્ટકટ તમે સેટિંગમાં જઇને પ્રાઇવેસી મેન્યુમાં મેળવી શકો છો . અહી ટેપ કરીને તમે અલગ-અલગ પ્રકારના ડેટાને કંટ્રોલ કરી શકો છો . એડવાન્સ કંટ્રોલ ઓપ્શનની મદદથી યુઝર નક્કી કરી શકે છે કે facebook માં ક્યાં અને કેવી રીતે ડેટાનો ઉપયોગ કરશે. યુઝર્સ પોતાના લોકેશન ડેટાને મેનેજ કરવાની સાથે ફેસબુક પર અપલોડ કરનારા શોર્ટકટ્સ, એડ઼ પ્રેફરન્સ જેવી ચીજોને મેનેજ કરી શકાય છે.

પાસવર્ડ સિવાય ફેસબુકમાં ટુ ફેકટર ઓથીન્ટાઈફિકેશન ની સુવિધા પણ છે. જેના કારણે જો કોઇ તમારા એકાઉન્ટ લોગીન કરવાની કોશિશ કરે તો તમારા નંબર પર એક કોડ આવશે . જેને એન્ટર કર્યા વિના લોગ ઈન કરી શકાશે નહીં . આ માટે કોઈપણ જાણકારી વિના તમારે જાણ ની બહારની વ્યક્તિ લોગીન કરી શકશે નહીં.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*