રશિયાની વેક્સિન ખરીદવા માટે આટલા બધા દેશો તૈયાર, જાણો ભારતને ક્યારે મળશે આ રસી

રશિયાએ મંગળવારના રોજ જાહેરાત કરી દીધી હતી કે તેને કોરોનાવાયરસ ની સફળ વેક્સિન તૈયાર કરી દીધેલ છે. આ વેક્સિન ના રિસર્ચ કરનારા ગ્રુપના પ્રમુખ કિરિલ દમિત્રીવે કહ્યું છે કે રશિયા અન્ય દેશોને નવેમ્બર સુધી વેક્સિન ની સપ્લાય કરી શકે છે . આ પહેલા રશિયાએ જણાવ્યું હતું કે ભારત સહિત 20 દેશ તેની વેક્સિન ખરીદવામાં રસ દાખવી ચૂક્યા છે.

રશિયાનું કેવું છે કે ઓક્ટોબરમાં પોતાના દેશમાં મોટા સ્તર પર લોકોને વેક્સિન લગાવવા માટે કાર્યક્રમ શરૂ કરવામાં આવશે . જો કે રશિયન વેક્સિન નો ફેઝ-3 ટ્રાયલ અત્યારે પૂર્ણ નથી થયો. આ કારણે દુનિયાભરના એક્સપર્ટ અત્યારે આ વેક્સિન ને સફળ નથી કહી રહ્યા . ફેસ 3 ટ્રાયલના રીઝલ્ટ આવા પર જ વેક્સિન વિશે સચોટ માહિતી આપવામાં આવશે.

એક રિપોર્ટ પ્રમાણે રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ પ્રમુખ કીરિલ દમિત્રિવે બુધવારના કહ્યું કે આ વેક્સિન સુરક્ષિત છે . તેમને કહ્યું કે આ સાબિત કરવા માટે અમે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ડેટા પ્રકાશિત કરીશું . અત્યાર સુધી રશિયાએ વેક્સિન થી જોડાયેલા ડેટા પ્રકાશિત નથી કર્યા . કિરીલ દમિત્રિવ કહ્યું કે રશિયામાં લોકોને વેક્સિન લગાવવા નો પ્રોગ્રામ ધીરે-ધીરે શરૂ થશે.

રશિયન વેક્સિન ને કરોડો દોઝ ના ઓર્ડર મળ્યા

તેમણે કહ્યું કે , એવું નથી કે અમે કાલે કરોડો લોકોને વેક્સિન આપવા જઈ રહ્યા છીએ . જોકે કિરિલે રશિયન વેક્સિન માં સંપૂર્ણ ભરોસો દાખવ્યો છે. અને કહ્યું છે કે તેઓ ખુદ પણ આ વેક્સિન લઇ ચૂક્યા છે અને તેમના પરિવારના લોકોને પણ આ વેક્સિન નો ડોઝ આપવામાં આવેલ છે. કીરીલ એ દાવો કર્યો છે કે રશિયાને પહેલાથી જ અન્ય દેશો પાસેથી વેક્સિન ના કરોડો ડોઝ માટે ઓર્ડર મળી ચૂક્યા છે. રશિયન એમ્બેસી પ્રમાણે બ્રાઝિલના પરાના સ્ટેટ વેક્સિન માટે રશિયાની સાથે કરાર કરવા જઈ રહ્યું છે. ફિલિપિન્સ એ પણ રશિયન વેક્સિન નું સમર્થન કર્યું છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*