આમ આદમી પાર્ટી એ સમગ્ર ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે તેવું લાગી રહ્યું છે અને આમ આદમી પાર્ટીને જનતા તરફથી પ્રચંડ સમર્થન મળી રહ્યું છે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓનું કેવું છે જેના આધારે ચૂંટણી યોજાઈ તો પણ ગુજરાતની જનતા મતની પાર્ટીને સત્તા સોંપવા માટે તૈયાર છે તેઓ આપના નેતાઓ
નિવેદન આપી રહ્યા છે. આમ આદમી પાર્ટીઓ ખેડૂતો માટે અને યુવાનો માટે અને મહિલાઓ માટે પહેલી પસંદ બની છે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓ ખોબલે ખોબલે વખાણ કરી રહ્યા છે.ગુજરાતમાં આશા વર્કર બહેનોના આંદોલનના નેતૃત્વ કરી રહેલા ચંદ્રિકાબેન સોલંકી અરવિંદ કેજરીવાલની મુદ્દાની રાજનીતિથી પ્રભાવિત થઈને આમ
આદમી પાર્ટીમાં જોડાયા છે. ચંદ્રિકાબેન કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિની મહિલા વિંગ ના પ્રમુખ છે અને તેઓ ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગના વિદ્યા સહાયક તરીકે કામ કરી ચૂક્યા છે. ચંદ્રિકાબેન પોતાની લાયકાત પ્રમાણે આરામથી જીવન જીવી શકતા હતા પરંતુ તેમને કામદારોના આર્થિક શોષણ પર પ્રસ્તુતિ જોઈ ત્યારે કામદારોના
અધિકારો લડવા માટે તેઓ 2016 માં પીડિતોના અવાજ બન્યા હતા તેઓ આપના નેતાઓનું કહેવું છે.કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિ મહિલા વિંગ ના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હસ્ત વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં ટોપી અને ખેસ પહેરીને જોડાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment