ઘરમાં રમતા રમતા 10 વર્ષની દીકરી સાથે અચાનક કંઈક એવું થયું કે, દીકરીનું કરુણ મૃત્યુ…પરિવારના લોકો દોડતા થઈ ગયા…જાણો એવું તો શું થયું હશે?

Published on: 11:52 am, Tue, 18 October 22

હાલમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘરમાં રમતી એક દીકરી સાથે અચાનક કાંઈક એવું બન્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. દીકરી સાથે રમતા રમતા અચાનક એવી ઘટના બની કે પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. આ ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે.

આ ઘટનામાં ભાઈ માટે બાંધેલો ઝુલો બહેન માટે ગળાનો ફાસો બની ગયો હતો. આ ચોકાવનારો કિસ્સો ઉજ્જૈનમાં બનેલો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો રાયપુરની રહેવાસી 10 વર્ષની ઉર્વશી નામની બાળકી પોતાના મામાના ઘરે ઉજ્જૈનમાં આવી હતી. તે ધોરણ પાંચ માં અભ્યાસ કરતી હતી.

મળતી માહિતી અનુસાર દીકરીના પિતા નરેશભાઈ 4 ઓક્ટોબરના રોજ પોતાની દીકરી ઉર્વશી, પત્ની કોમલ અને દીકરા દિપકને તેના મામાના ઘરે મૂકવા આવ્યા હતા. અને એવું કહ્યું હતું કે દિવાળી પછી તેને રાયપુર પરત લઈ જઈશું.

મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારના રોજ બની હતી. રવિવારના રોજ દીકરીની માતાએ નાનાભાઈ માટે સાડીનો ઝુલો બનાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને દીકરીના મામાએ જણાવ્યું કે, ઉર્વશી અને તેનો ભાઈ દીપક દરરોજ આ ઝુલામાં રમતા હતા. રવિવારના રોજ રાત્રે ઉર્વશી એકલી આ જુલાની અંદર ઝૂલતી હતી.

ત્યારે ઘરે કોઈ ન હતું. તમામ લોકો દિવાળીના કામકાજમાં વ્યસ્ત હતા. આ દરમિયાન ઝુલા ઉપર રમતી ઉર્વશીના ગળામાં ઝુલો ફસાઈ ગયો હતો. જેના કારણે તેને ગળાફાંસો લાગી ગયો હતો. ઘણો સમય થઈ ગયો પરંતુ ઉર્વશી નીચે ન આવી તેથી તેની માતા ઉર્વશીને બોલાવવા માટે ઉપર આવી હતી.

ઉપર આવીને જોયું ત્યારે ઉર્વશી લટકતી હાલતમાં જોવા મળી હતી. ઉર્વશી વ્યવસ્થા હતી તેને સારવાર માટે તાત્કાલિક જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં હાજર ડોક્ટરે તેની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. દીકરીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરમાં રમતા રમતા 10 વર્ષની દીકરી સાથે અચાનક કંઈક એવું થયું કે, દીકરીનું કરુણ મૃત્યુ…પરિવારના લોકો દોડતા થઈ ગયા…જાણો એવું તો શું થયું હશે?"

Leave a comment

Your email address will not be published.


*