આપણે સૌ જાણીએ છીએ કે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે નવસારીના મહુડા ગામે રહેતા 30 વર્ષીય વેલ્ડીંગ નું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહેલા સુનિલ પટેલ ની આજે એક વાત કરવાના છીએ.
સુનિલ પટેલ ના પરિવારમાં તેમની પત્ની અને બે દીકરીઓ સાથે તો સુખેથી પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા.હાલમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી ખૂબ જ નજીક આવતા સુનિલ પટેલ સભ્ય તરીકે પોતાની ઉમેદવારી કરવાના હતા જેથી તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ લેવા માટે ગયેલા હતા.
જ્યાંથી પરત ફરતી વખતે રાત્રીના 12 વાગ્યે પોતાના મિત્ર તેજસ સાથે તેઓ મારુતિવાનમાં ઘરે આવી રહ્યા હતા.તે સમયે વાહન ઉપર ચાલુ કરંટ નો જોરદાર સુનિલ પટેલ ને ઝટકો લાગ્યો અને સાથે બાજુમાં બેઠેલા મિત્ર તેજસને પણ થોડી અસર જોવા મળી હતી.
સાથે બાજુમાં બેઠેલા મિત્ર તેજસને પણ થોડી અસર જોવા મળે છે. જે બાદ ઘટનાની જાણ થતા પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ બંને મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ટૂંકી સારવાર બાદ સુનિલ પટેલ નું મોત થયું હતું.
આ સમગ્ર મામલાની તપાસ ગ્રામ્ય પોલીસ અંતર્ગત આવતા આ મામલે તપાસ PSI ને આપવામા આવી છે.જેમાં પોલીસે આ મામલે વીજ કંપની પાસે જવાબ માંગ્યો છે.
આ ઘટનાની જાણ થતા પરિવાર ખૂબ રડી પડ્યો હતો કારણકે પરિવારનું ગુજરાત સુનિલભાઈ ચલાવતા હતા પણ તેમનું અવસાન થતા પરિવારને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેને લઈને પરિવાર ન્યાય માટે પોલીસ ને સહારો લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment