ભાલેજના રેલવે ફાટક આગળ જતા ટ્રકની પાછળ બાઈક ઘુસી જતા સર્જાયો અકસ્માત, બાઈકચાલકનું મૃત્યુ…

Published on: 9:52 am, Wed, 8 December 21

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કેટલાય નિર્દોષ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે ભાલેજ રેલવે ફાટક પાસે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર ઉમરેઠના સરદારપુરા વગડા વિસ્તારમાં રહેતો યુવક બાઇક લઇને સાસરે જવા નીકળ્યો હતો. ત્યારે ભાલેજના રેલવે ફાટક પાસે તેની અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર આગળ જતા ટ્રકની પાછળ બાઈક ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અને યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભાલેજ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર રણજીત સુરેશભાઈ પરમાર નામનો વ્યક્તિ 6 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે બાઇક લઇને સાસરી ડભાલી ગામ જવા નીકળ્યો હતો. ત્યારે ભાલેજ રેલવે ફાટક પાસે તેનું અકસ્માત થયું હતું.

મળતી માહિતી અનુસાર રણજીત પોતાની બાઇક લઇને જઇ રહ્યો હતો તે દરમિયાન આગળ જઈ રહેલા ટ્રકની પાછળ બસ ઘૂસાડી દીધી હતી. આ અકસ્માતમાં રણજીતના મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.