ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કોરોના ની પરિસ્થિતિ જોયા પછી જે તે રાજ્યોએ લોકડાઉન કરવું કે નહિ તે માટેની રાજ્યોની છૂટ આપી દીધી છે. જેઓ પરિસ્થિતિ મુજબ લોકડાઉન કે કરફ્યુ કરી શકે છે.
રાજ્યમાં પાટણ સહિત કેટલાક શહેરો જિલ્લાઓએ સ્વેચ્છિક લોકડાઉન અમલી બનાવી રહા છે.ત્યારે હવે રાજ્ય સરકારમાં પણ લોકડાઉન લગાવવું કે નહિ.લાગુ કરાઈ તો કેવી રીતે અમલી બનાવવું તેને લઈને હાઇપાવર કમિટીની મિટિંગનો દોર ચાલુ થઈ ગયો છે.
રાજ્ય સરકારની સમીક્ષા બેઠક ચાલુ છે.જેમાં ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટરની ટીમ, જિલ્લા શહેરોનો રિપોર્ટ મેળવી સાંજ ની કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાય તો ગુજરાત માં લોકડાઉન લાદી શકે છે.
દિલ્હી રાજસ્થાન માં લદાયેલા લોકડાઉન બાદ હવે ગુજરાત માં પણ કોરોના ની ચેઇન તોડવા માટે લોકડાઉન ની તૈયારીઓ થઈ શકે છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણ ના કેસ 1 લાખ ને પાર થઈ ગયા છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી તો ગામડામાં પણ કોરોના ની પિક આવી છે. કોરોના ની પહેલી પિક માં શહેરી વિસ્તારોમાં અસર રહી હતી.
બીજી પિક માં તો ગામડાઓને પણ છોડ્યા નથી. કોરોનાથી હોસ્પિટલોમાં સારવાર માટે જગ્યાઓ પણ નથી મળી રહી. ગુજરાતમાં કે પછી અમદાવાદમાં લોકડાઉન આવશે કે નહીં તેનું આખું ચિત્ર મોડી સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment