જામનગર શહેરમાં રખડતા ઢોરે વધુ એક વૃદ્ધ વ્યક્તિનો જીવ લીધો છે. આ ઘટના બનતા જ મહાનગરપાલિકાની કામગીરી પર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. જામનગર શહેરના ચાંદી બજાર પાસે આવેલા વાણીયાવડ વિસ્તારમાં ઘરેથી બહાર નિકળતા એક વૃદ્ધ વ્યક્તિઓને રખડતાં ઢોરએ અડફેટેમાં લીધા હતા.
જ્યાં સુધી વૃદ્ધ વ્યક્તિ બેભાન ન થયા ત્યાં સુધી રખડતા ઢોરએ પોતાના શિંગડા અને પગ વડે વૃદ્ધ વ્યક્તિ પર પ્રહાર કર્યા હતા. વૃદ્ધ વ્યક્તિને સારવાર મળે તે પહેલા તો તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર હચમચાવી દેનારી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હાલમાં ઘટનાનો વીડિયો વાયરલ થતા જ લોકોએ મહાનગરપાલિકાની કામગીરી પર ઘણા સવાલો ઉભા કર્યા છે. મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિનું નામ ભરતભાઈ જેઠાલાલ બોસમિયા હતું. ભરતભાઈ ચાંદીબજારમાં રહેતા હતા. ભરતભાઈ પોતાના ઘરની બહાર નીકળે છે.
ત્યારે રખડતા ઢોરે ભરતભાઈને તેમના ઘરની નજીક તેમને અડફેટેમાં લીધા હતા. આ કારણોસર ભરતભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ભરતભાઈને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તે પહેલા તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. ભરત ભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
જામનગરમાં ઢોરે વૃદ્ધને હડફેટે લઈને મોતને ઘાટ ઉતાર્યા, જુઓ વીડિયો pic.twitter.com/bLnjSGwlcF
— News18Gujarati (@News18Guj) June 13, 2022
ત્યાર બાદ હોસ્પિટલના સ્ટાફે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ભરતભાઈ ના મૃત્યુ બાદ શહેરીજનો ભારે રોષે ભરાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment