ભાઈની નજર સામે ઝડપી કાર ચાલકે 12 વર્ષના ભાઈને કચડી નાખ્યું… 3 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો…

Published on: 4:42 pm, Tue, 31 October 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 12 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે એક ઝડપી કાર ચાલકે બાળકને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી.

બાળકને કચડી નાખ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકનું ઘટના સ્થળે જ મોત થયું છે. દીકરાના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

આ અકસ્માતની ઘટના હરિયાણાના પાણીપતમાંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ બાળકના પરિવારજનો અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

અકસ્માતની ઘટના રાત્રિના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર 12 વર્ષનો બાળક તેના પિતરાઈ ભાઈ સાથે ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં પાછળથી આવતી એક ઝડપી કારે બાળકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃત્યુ પામેલો બાળક ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. હાલમાં ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાઈની નજર સામે ઝડપી કાર ચાલકે 12 વર્ષના ભાઈને કચડી નાખ્યું… 3 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*