ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાવાયરસ ના કેસો ને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. સાવચેતીના ભાગરૂપે સરકાર દ્વારા 15 માર્ચ બાદ થી 31 માર્ચ સુધીમાં રાજ્ય ભાવનગરમાં એક બાદ એક રાત્રિ કરફ્યુ ના મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે ત્યારે 31મી માર્ચે અંતિમ નિર્ણય લેવાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ચાર મહાનગરોમાં એક માર્ચ થી 16 માર્ચ 2021 સુધી કરફ્યુ ના સમયની અગાઉ વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો.
જોકે ત્યારબાદ કોરોના કેસમાં સતત વધારો થતાં રાજ્ય સરકાર દ્વારા 17 માર્ચથી 31 માર્ચ સુધી ચાર મહાનગરોમાં કરફ્યુનો સમય વધારીને 10 થી 6 કરવામાં આવ્યો હતો.
અમદાવાદ અને સુરતમાં પણ કોરોનાવાયરસ નું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ બંને શહેરોમાં 600 ને પાર કેસ પહોંચી ગયા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 602 કેસ નોંધાયા છે જયારે સુરત કોર્પોરેશન 603 કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 2,86,577 લોકો કોરોના ને મ્હાત આપી ચૂક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 12 હજાર ને પર પહોચ્યો છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યો છે જેમાંથી 149 લોકો વેન્ટીલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે.રાજ્યમાં કોરોના થી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment