વીડિયો જોઈને ખબર પડશે કે કારમાં એરબેગ હોવી કેટલી જરૂરી છે…એરબેગના કારણે અકસ્માતમાં એક યુવકનો એવો બચાવ થયો કે… વીડિયો જોઈને તમને પણ વિશ્વાસ નહીં થાય…

Published on: 5:56 pm, Sat, 20 May 23

accident Viral video: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એરબેગના કારણે અકસ્માતમાં એક યુવકનું એવો બચાવ થયો છે કે વીડિયો જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. વાયરલ થયેલો વિડિયો એક ભયંકર અકસ્માતની ઘટનાનો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક સુપર કાર એક ટ્રકની નીચે ઘૂસી ગયેલી છે. અકસ્માતની ઘટનામાં કાર ટ્રકની નીચે છપાઈ ગઈ છે, જેના કારણે કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે.

ત્યારે ત્યાં હાજર કેટલાક લોકો ટ્રકની નીચે ફસાયેલી કારનો દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બે લોકો મળીને ગમે તેમ કરીને કારનો દરવાજો ખોલે છે. પછી તો કંઈક એવું જોવા મળ્યું કે જે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કારની બધી એરબેગ ખુલી ગઈ છે.

જ્યારે બહાર ઊભેલા બે વ્યક્તિ અકસ્માતનો ભોગ બનેલી સુપરકારનો દરવાજો ખોલે છે, ત્યારે ત્યારે કારમાંથી એક જીવતો વ્યક્તિ બહાર આવે છે. વિડીયો જોતા તો એવું લાગી રહ્યું છે કે એર બેગના કારણે આવા ગંભીર અકસ્માતની ઘટનામાં કારમાં બેઠેલા વ્યક્તિનો વાળ પણ વાંકો થયો નથી.

આ ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ કારમાં બેઠેલા વ્યક્તિને એકદમ સહી સલામત કારમાંથી બહાર આવતો જોઈને ત્યાં હાજર લોકો પણ ચોકી ઉઠ્યા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને તમને પણ સમજાય જશે કે કારમાં એરબેગ હોવી કેટલી જરૂરી છે.

ઘણી એવી પણ તારો છે જેમાં અકસ્માતની ઘટના બને છતાં પણ એરબેગ ખુલતા નથી અને જેના કારણે લોકોને પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. પરંતુ આ ઘટનામાં એરબેગે વ્યક્તિનો જીવ બચાવી લીધો છે. હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વીડિયો જોઈને ખબર પડશે કે કારમાં એરબેગ હોવી કેટલી જરૂરી છે…એરબેગના કારણે અકસ્માતમાં એક યુવકનો એવો બચાવ થયો કે… વીડિયો જોઈને તમને પણ વિશ્વાસ નહીં થાય…"

Leave a comment

Your email address will not be published.


*