મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ભારતભરમાં અનેક મંદિરો આવેલા છે જેમાં અલગ અલગ લોકોની શ્રદ્ધા પ્રમાણે લોકો પોતાના ઈશ્વરને ભગવાનને માનતા હોય છે ત્યારે આજે અમે તમને સૌરાષ્ટ્રના જૂનાગઢના કેશોદ થી લગભગ 13 કિલોમીટર દૂર ઇસરા નામના ગામમાં ધૂળેશ્વરમંદિર આવેલું છે
અને અહીં ધુળેટીના દિવસે આજુબાજુના 50થી વધુ ગામના લોકો માનતા પૂરી કરવા માટે આવે છે. આપને જણાવી દઈએ કે આ મંદિરે ધૂળ અને મીઠું ચડાવવાની માન્યતા છે.આપને જણાવી દઈએ કે ઇસ 1600 ની આજુબાજુ આ મંદિરની સ્થાપના થઈ હોય તેવું માનવામાં આવે છે.
વંથલીના દેવાયત પંડીત ગાયો ચરાવતા આવતા હતા ત્યારે ગાય રોજ રાફરા પર દૂધની ધારા કરતી હતી અને એક જગ્યાએ તપાસ કરતા ત્યાં શિવલિંગ નીકળ્યું હતું અને ત્યારબાદ તેની સ્થાપના દેવાયત પંડિતે કરી અને આ વિસ્તારમાં ચારણો ટીંબો હોવાનું પણ માનવામાં આવે છેધૂળેટીના દિવસે આ ગામમાં મેળો ભરાય છે
અને અહીં ધૂળ ચઢાવવાની માન્યતા છે અને આ જગ્યાએ પહેલા માટેના રાફડો હતો અને લોકો ધૂળ ચઢાવતા મોટો ઢગલો થઈ ગયો અને આજે પણ તે પરંપરા છે અને જે કોઈ વ્યક્તિને હાથ પગના દુખાવા થતા હોય તેવો અહીં માનસા રાખતા હોય છે અને હાથ પગ સાજા થઈ જાય
ત્યારે પોતાની શ્રદ્ધા અનુસાર પોતાની માનતા પૂરી કરવા માટે ધૂળ ચઢાવવા આવે છે.સામાન્ય રીતે ભગવાન શિવ ના મંદિરમા શ્રીફળ વધારવામાં આવતું નથી તેમ જ ખીર ચઢાવવામાં આવતી નથી પરંતુ આ ધૂળેશ્વર મહાદેવને શ્રીફળ અને ખીર પણ ચડાવવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment