આપણા દેશનો ફળોનો રાજા એટલે કે કેરી. આ ફળ એવું છે કે જેને જોઈને ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. ઉનાળાની શરૂઆત થતાં જ લોકો પસંદની કેરી બજારમાંથી લાવી આવે છે. કેરી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી હોય છે. કેરીમાંથી વિટામિન્સ, મિનરલ, આઇરન જેવાં તત્ત્વો હોય છે એના કારણે આપણી ઇમ્યુનિટી વધે છે. જેમ કેરી ના ફાયદા છે કેવી રીતે જ કેરીની પણ આડઅસર છે. વધુ પડતી બાજરી ખાવાથી ડાયાબિટીસ ની સમસ્યા નવ સામનો કરવો પડે છે.
વજનમાં વધારો થાય છે.
જે વ્યક્તિ કેરીનું જરૂરિયાત કરતાં વધારે સેવન કરતો હોય તે વ્યક્તિના વજન ખૂબ જ ઝડપથી વધે છે. કેરી ખાવાથી વજન વધવાનું કારણ એ છે કે કેરીમાં કેલરીઝ ની માત્રા ખૂબ જ વધારે હોય છે.
ચેહરા પર ખીલની સમસ્યા ઉભી થઇ શકે છે.
વધુ પડતી કેરી ખાવાથી ચેહરા પર ખીલ અને પિમ્પલ્સ પણ થઈ શકે છે. કારણકે કેરી એક મીઠું ફળ છે. અને મીઠા ફળો ખાવાથી સ્કિન પર પિમ્પલ્સ નીકળે છે.
લુઝમોશન (ઝાડા) થઈ જાય છે.
કેરીનું સેવન વધુ પડતો કરવાથી લુઝ મોશન થઈ જાય છે. કારણકે કેરીમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને તેઓમાં વધુ કેરી ખાવાથી આ સમસ્યા ઊભી થાય છે.
બ્લડ સુગર લેવલ વધુ જાય છે.
કેરી અંદર મીઠાશ ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે અને તેવામાં વધુ કેરી ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. અને ડાયાબીટીસ જેવા રોગ સમસ્યા ઊભી થાય છે.
કેરી યોગ્ય સમયે ખાવી જોઈએ.
સવારે કેરી ખાવાથી તમારામાં એક એનર્જી વધે છે અને તમે સ્વસ્થ રહો છો. રાત્રે કેરી ખાવાથી તમારી ઊંઘ સારી આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment