સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓ બનતી હોય છે. ત્યારે સુરત શહેરના ઇન્ડિયા માર્કેટમાં શીતલ એજન્સી નામની પેઢી ધરાવતા મનીષભાઈ કનોટીયાના 16 વર્ષના દીકરાનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ આરોપીઓએ કાનપુરમાં 16 વર્ષના દીકરાનો જીવ લઈ લીધો હતો.
અપહરણ થયા બાદ રાત્રે મનીષભાઈના ઘરે એક ચિઠ્ઠી આવી હતી જેમાં દીકરાને છોડાવવા માટે 30 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ ઉપરાંત ચિઠ્ઠીમાં બીજું પણ ઘણું બધું લખ્યું હતું. આ ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા બાળકના ટ્યુશનના શિક્ષિકા અને તેના પ્રેમી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
વિગતવાર વાત કરીએ તો, સોમવારના રોજ સાંજના સમયે મનીષભાઈનું 16 વર્ષનો દીકરો કાનપુરમાં પોતાની મોપેડ લઈને ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. ધોરણ 10 માં ભણતો 16 વર્ષનો વિદ્યાર્થી રચિતાના નામની ટ્યુશન ટીચર પાસે ભણવા માટે જતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રચિતાના પ્રેમી પ્રભાત શુક્લા અને તેના મિત્ર આર્ય અને મળીને પહેલા વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું અને પછી તેનો જીવ લઇ લીધો હતો.
સૌપ્રથમ વિદ્યાર્થીને ઉપાડીને પ્રભાત શુક્લાના ઘરે લઈ જવામાં આવ્યો હતો અને અહીં તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે સીસીટીવી કેમેરા તપાસ કર્યા ત્યારે આ સમગ્ર ઘટનાના પુરાવા મળી ગયા હતા. વિદ્યાર્થીનો જીવ લીધા બાદ આ અપહરણનો કેસ લાગે એટલા માટે આરોપીઓએ વિદ્યાર્થીના ઘરે એક ચિઠ્ઠી મોકલી હતી.
જેમાં આરોપીઓએ 30 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, જો તમારા પુત્રને જીવતો ઈચ્છતા હોય તો 30 લાખ રૂપિયા આપી દો રૂપિયા ક્યાં મોકલવાના છે તે તેમને ફોનમાં જણાવશો. ચિઠ્ઠી વાંચ્યા બાદ પરિવારના સભ્યો આઘાતમાં સરી પડ્યા હતા અને પછી 30 લાખ રૂપિયા ભેગા કરવાની વ્યવસ્થામાં લાગી ગયા હતા.
પરંતુ તે પહેલા તો આરોપીઓએ મળીને વિદ્યાર્થીનો જીવ લઇ લીધો હતો. પછી તો આ ઘટના ને લઈને પોલીસ સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment